હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાના કાર્યક્રમો ધમધોકાર ચાલી રહેલા છે અને ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેતપુર તાલુકા ભાજપ પ્રમુખનું હ્રદય રોગના હુમલાથી નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.
જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું આજે વહેલી સવારે નિધન થયું છે. આ દુઃખદ સમાચાર સામે આવતા ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીના આગેવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે અને સાથે સાથે સભાઓ અને રોડ શો પણ કરવામાં આવી રહ્યા છે આવા ચૂંટણીના માહોલ વચ્ચે જેતપુર થી દુઃખદ સમાચાર આમે આવતા નિરાશાની લાગણી પ્રસરી ગઈ છે.
મળતી માહિતી મુજબ ગત રાત્રીના રોજ જેતપુર ખાતે યોજાયેલી સભામાં તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા ઉપસ્થિત પણ હતા. વેલજીભાઈના નિધનને લઇ ભાજપ ઉમેદવાર જયેશ રાદડીયાના તમામ કાર્યક્રમો મોફૂક રાખવામાં આવ્યા છે.
Leave a Reply
View Comments