હિજાબ નો વિરોધ, બુરખો પહેરેલી આ એક્ટ્રેસે ઉતાર્યા કપડાં – વિડીયો વાયરલ થતા મચ્યો ખળભળાટ

Surties - Surat News

હાલ ના સમયમાં ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન પોતાની ચરમ સીમાએ ચાલી રહ્યું છે અને હવે આ યુદ્ધ સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા દુનિયા સામે આવી પહોંચ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર અનેક વિડીયો જોવા મળી રહ્યા છે જેમાં મહિલાઓ હિજાબ વિરોધી આંદોલન કરી રહી છે. આ સમગ્ર મુદ્દે એક એક્ટ્રેસે પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે.

વેબ સીરિઝ ‘ સેક્રેડ ગેમ્સ’માં જોવા મળેલ ઇલનાઝ નૌરોજીએ પણ આ મામલે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેમાં તે એક પછી એક પોતાના કપડાં ઊતારી રહી છે.

આ એક્ટ્રેસે પોસ્ટ કરેલા આ વિડીયોના કેપશનમાં લખ્યું હતું કે “દુનિયામાં ક્યાંય પણ, દરેક મહિલાને પછી તે મહિલા ગમે તે જગ્યાએથી હોય, તેને એ અધિકાર હોવો જોઇએ કે તે જે ઇચ્છે, જ્યારે ઇચ્છે અને જે ઇચ્છે તે પહેરી શકે છે. કોઇ પણ પુરુષ કે અન્ય મહિલાને એ અધિકાર નથી કે તે મહિલાને જજ કરે કે બીજાં કપડાં પહેરવા માટે કહે.’ અને તેણે પોસ્ટમાં આગળ લખ્યું કે ‘દરેક વ્યક્તિનાં અલગ વિચાર અને વિશ્વાસ હોય છે અને તેનું સન્માન થવું જોઇએ. લોકતંત્રનો અર્થ એ છે કે-નિર્ણય લેવીની શક્તિ. દરેક મહિલાને પોતાના શરીર પર નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઇએ. હું ન્યૂડિટીને પ્રમોટ નથી કરી રહી પરંતુ હું ચોઇસની આઝાદીને પ્રમોટ કરું છું.’

એક્ટ્રેસનો આ કપડાં કાઢી વિરોધ પ્રદર્શન કરનારો વિડીયો થોડી જ ક્ષણોમાં દુનિયાભરમાં વાયરલ થઈ ગયો હતો. આ વિડીયો ખૂબજ ટ્રોલ થતા એલનાઝે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી વીડિયો ડિલીટ કરી દીધેલ છે.