સલમાન ખાન હાલના સમયમાં “કિસી કા ભાઈ કિસી કી જાન” ફિલ્મ નું શૂટિંગ કરી રહ્યો છે. માહિતી એવી સામે આવી રહી છે કે સલમાનની તબિયત લથડી રહેલી છે જેના કારણે તેના શૂટિંગ પણ અટકાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ડોકટરે સલમાનને આરામ કરવાની સલાહ આપી છે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાન એ પોતે કરન જોહરને ‘બિગ બોસ-16’ ના હોસ્ટ માટે મનાવ્યો હોવાની વાતો એ ચર્ચા પકડી છે. એવી ચર્ચા એ પણ જોર પકડ્યો છે કે સલમાન કરનને ફોન કરીને શો હોસ્ટ કરવા વિનંતી કરે છે અને આ બાદ કરન સલમાનને ના પાડી શક્યો નહીં, હવે શોના કેટલાક એપિસોડમાં કરન જોહર હોસ્ટ તરીકે દેખાઈ તો નવાઈ નહિ.
આપણે સૌ જાણીયે છીએ કે કરન જોહર આ પહેલાં બિગ બોસ OTT શો હોસ્ટ કરી ચૂક્યો છે. ફેન્સ દ્વારા ઓટીટી પર કરનને પસંદ કરવામાં આવ્યો હતો. જોકે ફેન્સને 12 વર્ષથી બિગ બોસમાં સલમાનને જોવાની આદત છે. હવે જોવાનું એ રહ્યું કે આ વર્ષે બિગ બોસ ફેન્સ કરન ને કેવી પ્રતિક્રિયા આપશે.
Leave a Reply
View Comments