1. ભાનગઢ કિલ્લો, રાજસ્થાન :– ભાનગઢ કિલ્લા વિશે કોણ નથી જાણતું. તે ભારતના સૌથી ભૂતિયા સ્થળોમાં ટોચ પર માનવામાં આવે છે. તે દાયકાઓથી ભારતના સૌથી ભૂતિયા સ્થળનો પર્યાય બની ગયો છે. તમને જણાવી દઈએ કે, ભાનગઢ રાજસ્થાનના અલવર ક્ષેત્રમાં આવેલું એક નાનકડું ગામ છે. તે રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢ નગરપાલિકામાં આવેલું છે. એવું કહેવાય છે કે ભાનગઢનો આ કિલ્લો મુલાકાતીઓમાં શંકા અને ચિંતાની વિચિત્ર લાગણી પેદા કરે છે. જો તમે લોકવાયકાઓ અને અફવાઓ પર વિશ્વાસ કરો છો, તો આ કિલ્લાની મુલાકાત લીધા પછી ઘણા લોકો ગુમ થઈ ગયા છે. આ લોકવાયકાઓએ આ સ્થાનની લોકપ્રિયતામાં વધારો કર્યો છે.
2. બેગુનકોડોર રેલ્વે સ્ટેશન, પશ્ચિમ બંગાળ :- બેગુનકોડોર રેલ્વે સ્ટેશન પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આવેલું છે. દાયકાઓ પહેલા, મુસાફરોએ આ સ્ટેશન પર આવવાનું બંધ કરી દીધું હતું, ત્યારબાદ તે રેલ્વે રેકોર્ડમાં ભૂતિયા રેલવે સ્ટેશન તરીકે ઓળખાય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે ઘણી વખત તેઓ સફેદ સાડીમાં લપેટાયેલી મહિલાને અહીં રેલ્વે ટ્રેક પર ચાલતી જોતા હોય છે. જો કે સરકારે આ અફવાઓને પાયાવિહોણી ગણાવી છે. તેની સેવાઓ 42 વર્ષ સુધી બંધ રહ્યા બાદ 2009માં ફરી શરૂ કરવામાં આવી હતી.
3. કુલધારા ગામ, રાજસ્થાન :- રાજસ્થાન ચોક્કસપણે નિર્જન ભૂતિયા ગામો અને નગરોનું આશ્રયસ્થાન તરીકે જાણીતું છે. કુલધરા ગામ જેસલમેર નજીક આવેલું છે અને મૂળ પાલીવાલ બ્રાહ્મણો દ્વારા વસવાટ કરવામાં આવ્યો હતો. 1825 માં કુલધરાના તમામ ગ્રામજનો તેમજ અન્ય 83 નજીકના ગામોના લોકો અચાનક ગાયબ થઈ ગયા, કોઈને તેમના ઠેકાણાની ખબર નથી. કહેવાય છે કે ત્યાંના રાજાને ગામની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેણે આખા ગામ પર ભારે કર લાદવાની ધમકી આપી હતી. છોકરીના સન્માનની રક્ષા માટે, કુલધરા અને આસપાસના વિસ્તારોના સરદારોએ તેમના ગામો છોડી દીધા અને જમીનને અનંતકાળ માટે ખાલી રહેવાનો શ્રાપ આપ્યો. ત્યારથી તે જગ્યા સાવ ખાલી છે.
4. માલચા મહેલ, દિલ્હી :- માલચા મહેલ દિલ્હીનું સૌથી ભૂતિયા સ્થળ છે. કહેવાય છે કે તેનો ઈતિહાસ 700 વર્ષ જૂનો છે. તેનું નિર્માણ ફિરોઝ શાહ તુગલકે કરાવ્યું હતું. થોડા સમય પછી, અવધના નવાબ વાજિદ અલીની પૌત્રી બેગમ વિલાયત મહેલ તેના પુત્ર સાયરસ રાજા મહેલ અને તેની પુત્રી શકીના મહેલ સાથે અહીં રહેવા લાગી. જો કે થોડા વર્ષો પહેલા પુત્ર સાયરસના મૃત્યુ બાદ તે નિર્જન બની ગયો છે. આ મહેલ જંગલોની વચ્ચે છે. આ મહેલ ચાણક્યપુરીમાં સ્થિત ‘બુદ્ધ જયંતિ પાર્ક’ની પાછળ અને ‘દિલ્હી અર્થ સ્ટેશન’ની નજીક છે.
5. લાંબી દેહર ખાણો, ઉત્તરાખંડ :- લાંબી દેહર ખાણો ઉત્તરાખંડમાં મસૂરીની બહાર આવેલી છે. આ વિસ્તારની ખાણો અને ચૂનાની ખાણો થોડા વર્ષો પહેલા ટ્રક અકસ્માતો અને સલામતીમાં ક્ષતિઓ બાદ બંધ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે તે વિસ્તારમાં 50,000 મજૂરો રહેતા હતા પરંતુ ઘણા મૃત્યુ પામ્યા હતા. જેનું કારણ ફેફસાની બીમારી હોવાનું કહેવાય છે.
Disclaimer : અહીં દર્શાવવામાં આવેલ તમામ માહિતી લોકવાયકાઓ પર આધારિત છે. સુરતીસ આ તમામ જગ્યા પર પેરા-નોર્મલ એક્ટિવિટી ની પુષ્ટિ કરતુ નથી.
Leave a Reply
View Comments