SPORTS : સુરતમાં ‘બીચ સોકર ચેમ્પિયનશિપ’નો થયો પ્રારંભ જુઓ, કેટલા દિવસ ચાલશે…

સ્માર્ટ સીટી સુરત હંમેશા રમત ગમત ક્ષેત્રે આગળ રહ્યું છે. આજ રોજ સુરતમા ડુમસ બીચ ખાતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી અને ધ્વજ વંદન કરી બીચ સોકર ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુરત શહેર હંમેશા રમતવીરોને પ્રોત્સાહન આપતું રહ્યું છે. સુરતમાં મેરેથોન, સાઇક્લોથોન અને અનેક વિવિધ સ્પોટ્સ એક્ટિવિટિ થતી હોઈ છે.

Surties

સુરતમાં બીચ સોકર ચેમ્પિયનશિપનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થતા સુરત વાસીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો છે. આ ચેમ્પિયનશિપ નો પ્રારંભ થયા બાદ રમત શરુ કરવામાં આવી ત્યારે ખેલાડીઓ નો જોશ જોઈને સૌ કોઈ ઉત્સાહ માં આવી ગયા હતા.

Surties

આ ચેમ્પિયનશિપનો શુભ આરંભ બીચ સોકર કમિટીના ચેરમેન જીગ્નેશ પાટીલે કરાવ્યો હતો. સાથે સાથે તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ હાજરી આપી હતી અને રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કલ્યાણ ચોબે પણ રહ્યા હાજર. સુરતની જનતા રમતપ્રિય હોવાથી આ કોમ્પિટિશન માટે સુરત ની પસંદગી કરવામાં આવી હતી.

Surties

આ ચેમ્પિયનશિપ સુરતમા ડુમસ બીચ ખાતે 1 ફેબ્રુઆરી, 2023 સુધી ચાલશે.

Surties