હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની OTT રિલીઝ આ ફિલ્મ અને હોલીવુડ ની સિનેમા રિલીઝ Oppenheimer વચ્ચે 2 સામ્યતા છે.એક તો બન્ને વર્લ્ડ વોર ની પૃષ્ઠભૂમિ પર આધારિત છે જેમાં બવાલે હિટલર ની વિજેતા તરીકેની ઇમેજ સાચવવા નિર્દોષ પર આચરેલી ક્રૂરતા ના રેફરન્સીસ લઈને આપણને ખોટી ઈમેજમાં રચ્યા પચ્યા રહેવાની કોશિશ કરવા કરતા આપણે જેવા છીએ તેને અપનાવવાની શીખ આપવાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યો છે તો સામે પક્ષે Oppenheimer એ વર્લ્ડ વોર ની પૃષ્ઠભૂમિ ઉપર જ અધધ કહી શકાય એવા કંટાળાજનક ડાયલોગ્સ વાળા સીન્સ ભરીને ઊંઘ આવી જાય તેવી ફિલ્મ બનાવી છે.અને બીજી સામ્યતા એ કે બંને જ ફિલ્મો હથોડો છે.
નીતીશ તિવારી સાહેબ માટે દંગલ અને છીછોરે જોયા પછી જેટલું પણ માન હતું એ બધું જ બાષ્પીભવન થઇ જાય એ હદે કંટાળાજનક ફિલ્મ બનાવી કાઢી છે. જો OTT પર સિનેમાની ખાલી સીટ્સ ની જેમ કેટલા એ ન જોઈ અથવા અડધે થી બંધ કરી નું એનાલિસિસ થતું હોતે તો એ અનુસંધાનમાં આ મુવી એક પ્રસ્થાપિત કેસ સ્ટડી હોતે.
ફિલ્મ વિશે કઈ જ વાત કરવા જેવી નથી છતાંય ડિરેક્ટર સાહેબને એક સવાલ કરવાનો થાય કે તમે પોસ્ટ એડિટ ફિલ્મ જોઈને પોતે જ નિર્ણય કેમ ન લીધો કેi આ ફિલ્મ અહીં થી જ પાછી ખેંચી લેવી વધુ સારી. વરુણ ધવન આજે પણ મેં તેરા હીરો ના શીનુ જેવી એક્ટિંગ મેઈન્ટેઈન રાખે છે જયારે ખબર નહિ પણ જાનવી ને કોણે એવું કહી દીધું છે કે બહુ ક્યૂટ રોલ્સમાં બહુ શોભે છે.
આ ફિલ્મ જે વ્યક્તિ ૨ કલાક ૧૫ મિનિટ સતત જોઈ શકે તેને નીતીશ ભાઈ અને નડિયાદવાલા (ફિલ્મના પ્રેઝન્ટર) તરફ થી કેશ પુરસ્કાર ઘોષિત થવા જોઈએ.
ટાળજો.ખુશ રહેશો બાકી જોવી જ છે વાળો ચસ્કો હોય તેના માનસપટ ઉપર થનારી વર્લ્ડ વોર જેવી સ્થિતિ માટે કોઈ જ જવાબદાર નથી.
Movie review by : સત્યેન નાયક
Leave a Reply
View Comments