બેંગકોકની ફ્લાઇટમાં છુટા હાથની મારામારી, જુઓ એરહોસ્ટેસ એ શું કર્યું? વિડીયો થયો વાયરાલ…

surties

મંગળવારે, 27 ડિસેમ્બરના રોજ, બેંગકોક-કોલકાતા થાઇ સ્માઇલ એરવેઝ (બેંગકોક-કોલકાતા ફ્લાઇટ) ની ફ્લાઇટમાં કેટલાક મુસાફરો વચ્ચે ઉગ્ર લડાઈ થઈ હતી. એક મુસાફરે આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધી અને હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે બે મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ.

આ દરમિયાન ઝઘડાને રોકવા માટે થાઈ એર હોસ્ટેસ પણ આવી પહોંચી હતી. મામલો એટલો વધી ગયો કે બે મુસાફરો એકબીજા સાથે મારપીટ કરવા લાગ્યા. આ દરમિયાન સામા પક્ષેથી વધુ એક-બે સાથી આવ્યા અને પછી ઝપાઝપી કરવા લાગ્યા. ત્યાં હાજર એર હોસ્ટેસ ખૂબ જ ડરી ગઈ.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ બોલાચાલીના વિડીયો અનુસાર, એર હોસ્ટેસ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે બંને મુસાફરોને ઉગ્ર બોલાચાલી કરતા જોઈ શકાય છે. જોકે, બંને મુસાફરોએ ફ્લાઈટ એટેન્ડન્ટની વાત સાંભળી ન હતી. જેમ જેમ વસ્તુઓ વધતી જાય છે, તેમ તેમ તેમાંથી એકને “તમારા હાથ નીચે રાખો…” કહેતા સાંભળી શકાય છે અને તે બીજા મુસાફરને મારવાનું શરૂ કરે છે.

જો કે, જે વ્યક્તિ પર શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો તેણે બદલો લેવાને બદલે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફ્લાઈટમાં બેઠેલા સહ-યાત્રીઓ અને કેબિન ક્રૂ મેમ્બરોએ આ આખી ઘટના પોતાની આંખે જોઈ અને આમ ન કરવા અને શાંતિથી પોતાની સીટ પર બેસી જવાની જાહેરાત પણ કરવામાં આવી.