રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી બહાર નીકળી ચુકી છે. કોહલીની સદી બાદ પણ લીગ તબક્કાની છેલ્લી મેચમાં આરસીબીની ટીમ હારી ગઈ હતી. આ કરો યા મરો મેચમાં ટીમ ગુજરાત ટાઇટન્સ સામેના 198 રનના ટાર્ગેટને બચાવવામાં નિષ્ફળ રહી હતી. બેટ્સમેન વિરાટ કોહલીને તેની આઈપીએલ ફ્રેન્ચાઈઝી બદલવા માટે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને સૂચન કર્યું હતું કે તેણે દિલ્હી કેપિટલ્સમાં જોડાવું જોઈએ.
IPL 2023 વ્યક્તિગત રીતે કોહલી માટે શાનદાર રહ્યું છે. તેણે પોતાની ટીમ માટે 14 મેચોમાં 139ના સ્ટ્રાઈક રેટથી 639 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 6 અડધી સદી સામેલ છે.
પીટરસને ટ્વીટ લખ્યું કે , ‘વિરાટ માટે રાજધાનીની ફ્રેન્ચાઇઝી સાથે જોડાવાનો સમય આવી ગયો છે. પૂર્વ ભારતીય કેપ્ટન કોહલી 2008માં લીગની શરૂઆતની સીઝનથી આરસીબી સાથે છે. લાંબા સમય સુધી ટીમનું સુકાન સંભાળ્યા બાદ તેણે 2021માં આ જવાબદારી છોડી દીધી હતી.
Time for VIRAT to make the move to the capital city…! #IPL
— Kevin Pietersen🦏 (@KP24) May 22, 2023
જો કે, કોહલીને દિલ્હી કેપિટલ્સમાં જોડાવાનું સૂચન કરતી પીટરસનની ટ્વિટ ભવિષ્યમાં થવાની શક્યતા ઓછી છે. કોહલીએ એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી તે IPL રમે ત્યાં સુધી તે RCB સાથે રહેશે.
આ વર્ષે તેમની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. ગુજરાત સામેની નિરાશાજનક હાર બાદ કોહલી પણ નિરાશ જોવા મળ્યો હતો. વિરાટ કોહલી IPLનો પહેલો ખેલાડી છે જેણે કોઈપણ એક ટીમ માટે 7000 થી વધુ રન બનાવ્યા હોય. કોહલીની ઓળખ બનાવવામાં RCBનો પણ મોટો હાથ છે. આવી સ્થિતિમાં, તે હવે ભાગ્યે જ કોઈ અન્ય ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલ છે.
Leave a Reply
View Comments