આ નિર્ણય તમને કેવો લાગ્યો ? શ્રી દ્વારકાધીશ જગત મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ

surties

દ્વારકાધીશ જગતમંદિરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધાર્મિક સ્થળો પર ધાર્મિક ભાવના સચવાઈ રહે તે હેતુ સર દ્વારકાધીશ જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મુકવમાં આવ્યો છે. અહીંયા દરરોજ મોટી શાખ્યમાં શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવતા હોઈ છે અને તેવામાં આપણી ધાર્મિક સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરી ને આવવા માટે મંદિર વ્યવસ્થાન સમિતિદ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

surties

તમને જણાવી દઈએ કે આ મુદ્દે મંદિર માં બેનર પણ લગાવવાં આવ્યા છે જેમાં દરેક માહિતી વિગતવાર લખવાં આવી છે અને સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવાની અપીલ કરવામાં આવી છે.

surties

દ્વારકામાં સમગ્ર દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે ત્યાર ધાર્મિક સ્થળની ભાવના જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ તેવું સામે આવ્યું છે.

surties

તાજેતરમાં જ બિપોરજોય વાવાઝોડા પહેલા જગતમંદિરના શિખર પર એક સાથે બે ધજા ચડાવવામાં આવી હતી. એવી લોક માન્યતા છે કે, જગતમંદિરના શિખર પર બે ધજા એકસાથે ચડાવતાં ભગવાન દ્વારકાધીશ અહીંના લોકો પર આવેલી મુસીબતને દૂર કરે છે. મંદિર સમિતિ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી ખાસ જણાવજો.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો