વંદે ભારત ટ્રેનમાં અસદુદ્દીન ઓવૈસીના કોચ પર પથરાવ, પોલીસ તપાસમાં અકસ્માતે પથ્થરો લાગ્યાના ખુલાસો

વંદે ભારત ટ્રેનમા અમદાબાદથી સુરતની મુસાફરી કરી રહેલા અસદુદ્દીન ઓવૈસીના કોચ પર પથરા
પથરાવને લીધે બારીના કાંચમાં તિરાડો પડી,પોલીસ તપાસમાં અકસ્માતે પથ્થરો લાગ્યાના ખુલાસ

AIMIM ના ( ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન ) વરિષ્ઠ નેતા અસદુદ્દીન ઓવૈસી ગઈ કાલે અમદાબાદથી સુરત આવવા માટે વંદે ભારત ટ્રેનમા મુસાફરી કરી રહયા હતા.દરમિયાન તેઓ જે કોચમાં મુસાફરી કરી રહ્યા હતા તે કોચ પર પથરાવ થતા ખિડકીના કાચમાં તિરાડો પડી ગઈ હતી. જોકે કોઈને ઇજાનહીં પહોંચ હતી.પરંતુ આ ઘટના બાદ પાર્ટીના નેતા વારિસ પઠાણ દ્વારા કાવતરું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.જયારે રેલ્વે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવતા આ સમગ્ર ઘટના આકસ્મિક એટલે કે અન્ય એક ફાસ્ટ ટ્રેનના લીધે પથ્થર ઉછળીને ટ્રેનના કાચને લાગ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
રેલ્વે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અસદુદ્દીન ઓવૈસી ગઈ કાલે ટ્રેન નંબર 20902 વંદે ભારત એક્સપ્રેસમાં કોચ નંબર ઈ-02 માં મુસાફરી રહયા હતા.ત્યારે સુરત પહેલા ટ્રેન ઉપર પથરાવ કરવામાં આવ્યો હતો.વારિસ પઠાણે કહ્યું હતું કે સુરત 25 કિલો મીટરના ડિસ્ટન્સ પર હતો ત્યારે બે વાર ખિડકી પર પથ્થરો લાગ્યા હતા.જોકે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એવું જણાવ મળ્યું હતું કે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન અપ રેલ્વે ટ્રેક પર થાંભલા નં. ૩૧૬।૨૯ થી ૩૧૭/૧૫ સુધી રેલ્વે ટ્રેક સમારકામ માટે કોશન ઓર્ડર આપવામાં આવેલ છે.જેથી આ સમયે ડાઉન ટ્રેક ઉપરથી ટ્રેન નં. ૧૨૯૨૫ પશ્ચિમ એક્સ ટ્રેન તેજ ગતિએ પસાર થતી હતી તે જ વખતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અપ લાઇન ઉપર આવતી હતી તે દરમ્યાન ટ્રેક ઉપરના પથ્થર ધ્રુજારીના કારણે ઉછળી વંદે ભારત એક્સ ટ્રેનના કોચ નં . ઇ-૦૨ (બોગી નં.૨૨૩૭૮૨) ના મધ્ય ભાગે આવેલ બારીના કાચ ઉપર આકસ્મીક રીતે વાગતા કાચમાં સામાન્ય તિરાડ પડી હતી.અને બનાવમાં કોઈ કાવતરૂ કે માનવીય દ્વેષ ભાવના જણાય આવેલ નથી તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.