શાહરુખના દીકરાએ જુઓ કયો નવો ધંધો ચાલુ કર્યો, લોકો કે કટાક્ષ કરતા કહ્યું તારાથી આજ ઉમ્મીદ…

surties

આર્યનએ તેના નવા બિઝનેસ વેન્ચરની જાહેરાત કરી છે. બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ખૂબ જ ટૂંક સમયમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. લેખક તરીકે તેણે પોતાનો પહેલો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ એક વેબ સિરીઝ છે, જે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસ હેઠળ બનાવવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો પુત્ર આર્યન ખાન ભારતમાં પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે તેણે વિશ્વની સૌથી મોટી કંપની AB InBevના ભારતીય યુનિટ સાથે જોડાણ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Aryan Khan (@___aryan___)

આર્યન તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી છે. તેણે વોડકા બ્રાન્ડનું નામ D’Yavol રાખ્યું. બંટી સિંહ અને લેટી બ્લેગોએવા આ બિઝનેસમાં તેના ભાગીદાર હશે બિઝનેસ અંગે આર્યનના માતા-પિતાની પ્રતિક્રિયા વિષે તેણે કહ્યું, ‘મારા માતા-પિતા આ નવા બિઝનેસને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

આર્યન ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર D’Yavol બ્રાન્ડનો લોગો પણ શેર કર્યો છે. પ્રથમ ફોટોમાં તે એકલો જોવા મળે છે અને બીજા ફોટોમાં આર્યન બિઝનેસ પાર્ટનર બંટી સિંહ અને લેટી બ્લાગોવા સાથે જોવા મળે છે.
કેપ્શનમાં તેણે કહ્યું કે આ બિઝનેસનો કોન્સેપ્ટ તૈયાર કરવામાં તેને પાંચ વર્ષ લાગ્યા છે. રિપોર્ટ અનુસાર આર્યન ખાન ભવિષ્યમાં આ બ્રાન્ડ હેઠળ ક્લોથિંગ લાઇન પણ લોન્ચ કરશે, જેના હેઠળ ટી-શર્ટ, હૂડી, જેકેટ્સ અને બ્લેઝર વેચવામાં આવશે.