આમ આદમી પાર્ટી (AAP) એ શુક્રવારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) ફરી લાવવાની જાહેરાત કરી હતી. ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જો AAP ગુજરાતમાં સત્તામાં આવશે તો પાર્ટી અહીં પંજાબની જેમ આ યોજના ફરી લાગુ કરશે. ચૂંટણી સભાને સંબોધતા ગોપાલ ઈટાલિયાએ એ જ વચનનો પુનરોચ્ચાર કર્યો જે કોંગ્રેસ વર્ષોથી રિપીટ કરી રહી છે.
ઇટાલિયાએ એક નિવેદનમાં કહ્યું, “પંજાબમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો AAPનો ઐતિહાસિક નિર્ણય છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિર્ણયથી હજારો કર્મચારીઓને ફાયદો થશે. સત્તામાં આવ્યા બાદ AAP ગુજરાતમાં પણ જૂની પેન્શન યોજના શરૂ કરશે.
‘અમે ગુજરાતમાં પંજાબની જેમ આ યોજના લાવીશું :
તેમણે અને AAPના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ઇસુદાન ગઢવીએ ગુજરાતમાં સરકારી કર્મચારીઓને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને મત આપવા અપીલ કરી હતી અને દાવો કર્યો હતો કે AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તેમના વચનો પૂરા કરવા માટે જાણીતા છે. કેજરીવાલે સરકારી કર્મચારીઓના લાભ માટે ઓ.પી.એસ.પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે.
કોંગ્રેસ વર્ષોથી આ વચન આપી રહી છે :
જોગાનુજોગ, વિપક્ષ કોંગ્રેસ પણ રાજ્યમાં સત્તા પર આવશે તો ઓપીએસની વાપસીનું વચન આપી રહી છે, જ્યાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરીથી દાખલ કરનારી કોંગ્રેસ દેશમાં પ્રથમ છે. અમે રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડમાં કર્યું છે. રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે સરકાર બનાવ્યા પછી ગુજરાતમાં પણ અમે આવું જ કરીશું.તેમણે દાવો કર્યો કે કર્મચારીઓ જાણે છે કે કોંગ્રેસ હંમેશા તેના વચનો પૂરા કરે છે.
Leave a Reply
View Comments