ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરીજનોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ઉતરાણ પર્વને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને તે મુજબ સુરત શહેરમાં તમામ ફ્લાઇ ઓવરબ્રીજ ઉપર બંન્ને સાઇડેથી ટુ-વ્હિલર વાહનો ચાલકોની અવર જવર માટે 14 અને 15 તારીખ માટે બંધ કરવામાં આવ્યા છે.
આગામી તા.14/01/2023ના રોજ મકરસંક્રાતીનો તહેવાર આવતો હોય સુરત શહેરમાં આ તહેવાર નિમિત્તે કેટલાક લોકો જાહેર માર્ગો રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે અને કપાયેલા પતંગો અને દોરા વિગેરે કપાઇને જાહેર રોડ ઉપર આવતા હોય છે. રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોના ગળામાં અકસ્માતે દોરો ભેરવાઇ જતા ગંભીર પ્રકારના અકસ્માતો બનવાની પુરે પુરી શક્યતાઓ છે.
જે કોઈ દ્વારા આ નિયમનો ઉલ્લંઘન કરવામાં આવશે તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.
Leave a Reply
View Comments