અરે…દિપીકા પર કાચા બદામ ભારે પડ્યા કે શું ! ‘બેશરમ રંગ’ ગીત પર અંજલિ નો વિડીયો વાયરલ

surties

હાલ નવી આવનારી શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ સૌ કોઈ માટે ચર્ચા નો વિષે બની ગઈ છે. આ ફિલ્મ નું ગીત ‘બેશરમ રંગ’ એ ખુબજ ચર્ચા માં છે. કેટલાક લોકો આ ગીત ના સપોર્ટમાં છે તો કેટલાક લોકો આ ગીત ના વિરુદ્ધ માં છે. પરંતુ હાલ સામાન્ય લોકોથી લઈને સોશિયલ મીડિયા સેલિબ્રિટીઓ તેમજ ટીવી ફેસ પણ આ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.

અંજલિ અરોરા પણ બેશરમ રંગ ગીત પર ડાન્સ કરતી જોવા મળી છે, જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બની ગયું છે. અંજલિ અરોરાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર પઠાણના ગીત બેશરમ રંગ પર રીલ બનાવતો એક વિડીયો શેર કર્યો છે. આવિડીયોમાં તે દીપિકા પાદુકોણના સ્ટેપ્સ ફોલો કરતી જોવા મળી રહી છે. આ વિડીયો જોઈને ખૂબ જ ઉત્સાહિત છે અને સતત અંજલિના સ્ટેપ્સના વખાણ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Anjali Arora (@anjimaxuofficially)

અંજલિ અરોરા પોતાની એક્ટિવિટીને કારણે સતત ચર્ચામાં રહે છે. કાચા બદનામ ફેમ અંજલિ અરોરા એકતા કપૂરના શો – લોક અપમાં જોવા મળી હતી, જે કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. અંજલિ અરોરા હાલના દિવસોમાં સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. તે સતત તેની પોસ્ટ તેના ફેન્સ વચ્ચે શેર કરતી જોવા મળે છે. તેના ચાહકો આ પોસ્ટ દ્વારા તેની સાથે જોડાયેલા છે અને સતત તેની પ્રશંસા કરતા જોવા મળે છે.