જુઓ ફોટોગ્રાફર્સ સાથે કેવું વર્તન કર્યું, કોમેન્ટમાં યુઝરે લખ્યું “ખબર નહિ બચ્ચન સાહેબ કેવી રીતે રહે છે”

Surties - Surat News

અમિતાભ બચ્ચન ના ધર્મ પત્ની જયા બચ્ચન અવાર નવાર પોતાના અકળાયેલા સ્વભાવને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા હોઈ છે. મળતી માહિતી મુજબ થોડાજ દિવસો પહેલા જયા બચ્ચન ભોપાલમાં કેટલાક લોકો પર ગુસ્સે થતા નજરે ચડ્યા હતા.

Surties - Surat News

વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે જયા બચ્ચન ખરાબ રીતે ફોટોગ્રાફર્સ સાથે વાત કરી રહ્યા છે. જયા બચ્ચન પોતાની દોહિત્રી નાવ્યા નવેલી નંદા સાથે ફેશન વીકમાં હાજરી આપવા માટે પહોંચીયા હતા ત્યારે કેલાક ફોટોગ્રાફર્સે તેમના ફોટો ક્લિક કર્યા જેને જોઈને જયા બચ્ચન ભડકી ગયાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

જ્યા બચ્ચને ફોટોગ્રાફર્સને તેમના પ્રોફેશન અંગે પણ સવાલ કર્યા હતા. આ ગરમાં ગરમી માહોલમાં નાવ્યાએ નાનીમાને શાંત પાડ્યા હતા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થયો છે અને લોકો અવનવી કોમેન્ટ કરતા પણ નજરે ચડ્યા છે. કેટલાક લોકો પૂછી રહ્યા છે કે શું તમે હંમેશા ખરાબ મૂડ માં જ હોઉં છો ? એક યુઝરે લખ્યું કે ખબર નહિ બચ્ચન સાહેબ કેવી રીતે રહે છે. આવી અનેક અવનવી કોમેન્ટ લોકો કરતા નજરે ચડ્યા છે.

Surties - Surat News