જુઓ અંબાણીના પ્રસંગમાં બોલીવુડના સિતારાઓની હાલત….

Surties

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ સગાઈ કરી લીધી છે. અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે પૂર્ણ વિધિવત અને ધામધૂમ પૂર્વક સગાઈ કરી છે. અંબાણી પરિવારના આ શુભ પ્રસંગે દેશ વિદેશની દરેક ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ હાજરી આપી હતી અને સૌ કોઈ ખુશ દેખાઈ રહ્યા હતા.

Surties

અંબાણી પરિવારના નિવાસસ્થાને આ રિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો પરિવાર, સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી.

Surties

અંબાણી પરિવાર ના પ્રંસગે બોલીવુડના દિગ્ગજ કલાકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરા અને રાજકુમાર હીરાની પણ ઉપસ્થિત રહ્યા હતા.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં ક્રિકેટ જગતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકર પરંપરાગત કપડાંમાં જોવા મળ્યા હતા. બોલિવૂડ ખિલાડી કુમાર અક્ષય બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર પણ હાજર રહ્યા હતા.

Surties

ગૌરી ખાન અને આર્યન ખાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની પાર્ટીમાં જોવા મળ્યા હતા.

Surties