લોકસભા ચૂંટણી પૂર્વે સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અવધ ઉટોપિયા ક્લબ ખાતે આજે યોજાયેલ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં વિકાસલક્ષી કામો અને સંગઠનાત્મક મુદ્દાઓ પર સવિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આજે સુરતમાં વધુ એક વખત પ્રદેશ ભાજપની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આજરોજ યોજવામાં આવેલી બેઠકમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, જુનાગઢ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકાના મેયર – સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત જિલ્લા પ્રમુખ અને લોકસભા બેઠકના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય આ તમામ મહાનગર પાલિકાના ધારાસભ્યોને પણ બેઠકમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું.
અવધ ઉટોપિયા ખાતે યોજાયેલ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામે તમામ બેઠકો ઐતિહાસિક લીડ સાથે વિજયી થવા પર ભાર મુક્યો હતો. તેઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યો શહેરીજનો સુધી પહોંચાડવા અંગે પણ ખાસ ભાર મુક્યો હતો. આ સિવાય આગામી લોકસભાની ચુંટણીને પગલે ભારતીય જનતા પાર્ટીના સંગઠનાત્મક મુદ્દાઓ પર પણ વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ સિવાય આગામી ચુંટણીમાં વધુ એક વખત સોશ્યલ મીડિયાના પ્રભાવને ધ્યાને રાખીને તેના પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
Leave a Reply
View Comments