ઓરીજનલ વિડીયો સામે આવ્યો : સંસદમાં જોવા મળ્યું અમિત શાહ નું વિકરાળ રૂપ, જુઓ કયા સાંસદ ને બધા વચ્ચે ખખડાવી નાખ્યા

surties

ગૃહમંત્રી અમિત શાહ બુધવારે સંસદમાં જોરદાર ગુસ્સે થયેલા જોવા મળ્યા હતા. તેમણે ટીએમસી સાંસદ સૌગત રોય પર આકરા પ્રહારો કર્યા હતા. આવો અમે તમને જણાવીએ કે સંપૂર્ણ ઘટનાક્રમ શું હતો.

વાસ્તવમાં જ્યારે અમિત શાહ બોલી રહ્યા હતા ત્યારે ટીએમસીના સાંસદો વચ્ચે કંઈક બોલવા લાગ્યા હતા. અને તે બાબતે ગુસ્સે થઈને અમિત શાહે તેમને કહ્યું કે, આવી રીતે અટકાવવું યોગ્ય નથી. આગળ અમિત શાહે કહ્યું કે તે તમારી ઉંમર માટે સારું નથી કે તમારી વરિષ્ઠતા માટે પણ નથી. જો તમારે બોલવું હોય તો હું બેસી જાવ છું. તમે 10 મિનિટ બોલો. વિષયની ગંભીરતા સમજો.

જણાવી દઈએ કે અમિત શાહ સંસદમાં ડ્રગ્સના મુદ્દા પર બોલી રહ્યા હતા. આ પછી જ્યારે ટીએમસીના સાંસદો ચૂપ રહ્યા તો અમિત શાહે હસતા હસતા કહ્યું કે ક્યારેક વડીલોને પણ સમજાવવું પડે છે.