હાઈપ્રોફાઈલ અંબાણી પરિવારનો ડાન્સ વિડીયો વાયરલ “વાહ…વાહ…રામજી…”

Surties

દેશના દિગ્ગજ બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકાની સગાઈની વિધિ ગુરુવારે સાંજે ખૂબ જ ધામધૂમથી પૂર્ણ થઈ હતી. અંબાણી પરિવારના આ શુભ પ્રસંગે મોડી રાત સુધી આ ઉજવણીમાં દેશની જાણીતી હસ્તીઓ સાથે બોલિવૂડ સ્ટાર્સે ભાગ લીધો હતો. હવે આ હાઈપ્રોફાઈલ સગાઈના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યા છે.

અંબાણી પરિવારના પ્રસંગ નો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં મુકેશ અને નીતા સહીત આખો પરિવાર ડાન્સ કરતો નજરે ચડી રહ્યો છે.

આ વાયરલ વિડીયોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે તેમના મોટા પુત્ર આકાશ અંબાણી, તેમની પત્ની શ્લોકા, પુત્રી ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલ સાથે સ્ટેજ પર જોવા મળે છે. બધાએ મળીને રાધિકા-અનંત માટે ‘વાહ વાહ રામ જી’ પર ડાન્સ કર્યો. આ પરફોર્મન્સ જોઈને રાધિકા-અનંત પણ ખુબજ ખુશ દેખાઈ રહ્યા છે.

આ શુભ પ્રસંગે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા ખાતે ગોલ ધન અને ચુન્રી વિધિની વિધિ કરવામાં આવી હતી. આ સંસ્કારો ગુજરાતી હિંદુ પરિવારોમાં પેઢી દર પેઢી ચાલ્યા આવે છે. અને બુધવારે એક દિવસ પહેલા, કપલે મહેંદી સેરેમનીની ઉજવણી કરી હતી. જણાવી દઈએ કે બંનેને ગયા વર્ષે 29 ડિસેમ્બરે રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરમાં રોકવામાં આવ્યા હતા.