જુઓ અલ્પેશ કથીરિયા એ શું કર્યું : ભીડ ને ચીરી કુમાર કાનાણી સુધી પહોંચ્યા અને…..વિડીયો થયો વાયરલ

SURTIES

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજ્યનું રાજકીય એપી સેન્ટર સુરત રહ્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ખરાખરી નો જંગ જામ્યો હતો. જો વાત કરીએ સુરત ની વરાછા બેઠકની તો ત્યાં ભાજપ તરફથી કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટી તરફથી અલ્પેશ કથીરિયા એકબીજાને ટક્કર આપી રહ્યા હતા પરંતુ આજે પરિણામના દિવસે સુરતમાં ભાજપનું ચિત્ર સ્પષ્ટ થયું છે

ચૂંટણીના પ્રચાર દરમિયાન કુમાર કાનાણી (કાકા) અને અલ્પેશ કથીરિયા (ભત્રીજો) વચ્ચે અનેક વાર શબ્દ બાણ ચાલ્યા હતા પરંતુ અંતે સુરતની વરાછા બેઠક પર કુમાર કાનાણી (કાકા) નો વિજય થયો છે.

સુરતની વરાછા બેઠક પર કુમાર કાનાણી નો વિજય થતા અલ્પેશ કથીરિયા તેઓને સામેથી મળવા માટે પહોંચ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી. આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા કુમાર કાનાણી ને પગે લાગીને શુભેચ્છાઓ પાઠવી હતી આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.