રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માતાપિતા બનવાના છે. સોશિયલ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મળતી માહતી મુજબ નવેમ્બરના એન્ડમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં બાળકને જન્મ આપશે આલિયા ભટ્ટ. ડિલિવરી માટે હોસ્પિટલમાં આલિયાનું નામ રજિસ્ટર અને રૂમ પણ બુક થઈ ગયો છે.
સૂત્રોના પાસે થી મળતી માહિતી મુજબ એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં બાળક નો જન્મ થશે. ઉલ્લેખનીય છે કે આ જ હોસ્પિટલમાં રિશી કપૂર એ અંતિમ શ્વાસ લીધા હતા અને હવે એજ હોસ્પિટલ માં કપૂર પરિવારનું બાળક જન્મ લેશે. સોશિયલ મીડિયા પર એવી પણ વાતો સામે આવી છે કે બાળકના જન્મ બાદ આલિયા એક લાંબો બ્રેક લઈ શકે છે અને એક વર્ષ સુધી બાળક સાથે રહેશે.
આલિયા અને રણબીર 4 એપ્રિલના રોજ લગ્નગ્રંથી થી જોડાયા હતા. આલિયા એ જૂન મહિનામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. રણબીર તથા આલિયાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં વાત નો ખુલાસો કર્યો કે ‘અમે અમારા બાળક માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. એક બાળક માટે જે વસ્તુઓની જરૂર છે તે તમામ લઈને રાખી છે. અમે અમારા બાળક માટે રૂમ તૈયાર કરીને રાખ્યો છે.’
Leave a Reply
View Comments