બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને નાશિકના સિન્નર તહસીલદાર દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. સિન્નાર તહસીલદારે અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન સહિત 1200 મિલકત માલિકોને નોન-એગ્રીકલ્ચર ટેક્સની ચૂકવણી અંગે નોટિસ જારી કરી છે.
હકીકતમાં, સિન્નરના અડવાડી વિસ્તારમાં ઐશ્વર્યાએ પવનચક્કી લગાવવા માટે જમીન ખરીદી હતી, જેના પર એક વર્ષનો ટેક્સ લગભગ 22 હજાર રૂપિયા છે. નોટિસમાં અભિનેત્રીને માર્ચના અંત સુધીમાં બાકી ટેક્સ ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાય પાસે અડવાડીના પહાડી વિસ્તારોમાં લગભગ 1 હેક્ટર જમીન છે. આ જમીન પર એક વર્ષના ટેક્સ પેટે 22,000 રૂપિયાની બાકી રકમને કારણે ઐશ્વર્યાને નોટિસ મોકલવામાં આવી છે. સિન્નર તહસીલને મિલકત માલિકો પાસેથી વાર્ષિક 1.11 કરોડની આવક થવાની ધારણા છે. જેમાંથી 65 લાખની વસૂલાત કરવાની બાકી છે. માર્ચના અંત સુધીમાં વસુલાતના લક્ષ્યાંકને પહોંચી વળવા મહેસુલ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
Leave a Reply
View Comments