અરે…બાપરે…એરહોસ્ટેસ સાથે ઝઘડાનો વિડીયો વાયરલ એવા દ્રશ્યો કેદ થયા કે….

Surties

આજ કાલ ફ્લાઈટ માંથી મારપિટ અથવા ઝગડાના અનેક વિડીયો સામે આવી રહ્યા છે. ફ્લાઈટમાં ના ઝગડના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહેલ છે. તાજેતરના દિવસોમાં ફ્લાઇટની અંદર મુસાફર અને એર હોસ્ટેસ સાથે ઝગડાનો વિડીયો સામે આવ્યો છે.

ટ્વિટર પર શેર કરવામાં આવેલા વિડિયોમાં ફ્લાઇટની અંદરની ઝઘડો વાયરલ થયો હતો. ન્યૂઝ એજન્સી @ANIએ વીડિયો શેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્પાઈસ જેટની દિલ્હી-હૈદરાબાદ ફ્લાઈટમાં એક યાત્રીએ એરહોસ્ટેસ સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ આરોપી મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારવા પડ્યા હતા.

આ વાયરલ વિડીયોમાં એક વૃદ્ધ વ્યક્તિને સ્પાઈસ જેટની એરહોસ્ટેસ સાથે મોટેથી વાત કરતા જોઈ અને સાંભળી શકાય છે. એર હોસ્ટેસ વૃદ્ધ મુસાફરને તેના કેબિન ક્રૂ સાથી સાથેના ખરાબ વર્તન અંગે વારંવાર ફરિયાદ કરી રહી હતી. જેની સામે ઉભેલા મુસાફર ગુસ્સામાં અને ગુસ્સામાં જવાબ આપી રહ્યા હતા.

જ્યારે ફ્લાઈટમાં આ દલીલ ચાલી રહી હતી ત્યારે અન્ય એક પેસેન્જરે આ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી, જે સોશિયલ મીડિયા પર આવતા જ હંગામો મચી ગયો હતો. આ ઘટના સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બની હતી જે દિલ્હી હૈદરાબાદ રૂટ પર હતી.