Surties : વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, AIMIM ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી લીંબાયતમાં સભાને સંબોધશે

ગુજરાત વિધાનભણી ચૂંટણીને લઈને અલગ અલગ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર તેમજ સભા સહિતના પોલિટિકલ કાર્યક્રમોની શરૂઆત કરી દેવામાં આવી છે.જોકે હાલમાં જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા પોતાના કેટલાક ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.તેવી જ રીતે સુરત પૂર્વમાં 159 માંથી વસીમ કુરેશી અને લીંબાયતમાં અબ્દુલ શેખને પાર્ટી દ્વારા ટિકિટ આપીને પોતાની પાર્ટીના ઉમેદવારો તરીકે ઘોષિત કર્યા છે.ત્યારે હવે જ્યારે ચૂંટણીનો કાઉન્ટડાઉન પણ શરુ થઇ ગયો છે જેથી આજે સાંજે AIMIM ( ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન ) ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી સુરત આગમન કરશે અને લીંબાયત વિસ્તારમાં સભાને સભાને સંબોધશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના સુપ્રીમો બેરીએસ્ટર અસદુદ્દીન ઓવૈસી ટ્રેન મારફતે આજે સાંજે સુરતમાં આવશે.અને લીંબાયતમાં મદીના મસ્જિદ નજીક યોજાનાર સભામાં હાજરી આપી સભાને સંબોધિત કરશે.A IMIM દ્વારા 159 વિધાનસભામાંથી વસીમ કુરેશી અને લીંબાયતમાંથી અબ્દુલ શેખને ટિકિટ આપી પોતાના ઉમેદરવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.આ બન્ને ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં ગ્રાઉન્ડ લેવલથી મેહનત શરૂ કરી દીધી છે.ડોર ટૂ ડોર કેમ્પઇનિંગની સાથે સાથે લોકોને મળીને તેઓની સમસ્યાઓને જાણી રહયા છે.તેમજ તેમની સમસ્યાઓના નિકાલ માટેના આશ્વાશનો આપવામાં આવી રહયા છે. દરમિયાન આજે સાંજે અસદુદ્દીન ઓવેસી સુરતમાં આવવાના હોય ત્યારે બંને ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ઓવેસી સાંજે સુરત આગમન કર્યા બાદ ઉમેદવારો તેમજ કાર્યકરો સાથે મુલાકાત કરશે સાથે જ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા અને ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરશે અને સાંજે લીંબાયત મદીના મસ્જિદ નજીક યોજાનાર સભાને સંબોધિત કરશે.સાથેજ ચૂંટણીનો પ્રચાર પણ કરશે.ઓવૈસીની સભાને લઈને ઉમેદવારો તથા કાર્યકરો દવારા સ્ટેજ સહિતની જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.