90ના દાયકાના લગભગ તમામ બાળકોએ ફિલ્મ ‘માય ફ્રેન્ડ ગણેશા’ જોઈ હશે. આ ફિલ્મના આશુએ પોતાની માસૂમિયતથી બધાના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મના સંવાદો હોય કે આશુનો માસૂમ ચહેરો, બધું જ આજે પણ દર્શકોને યાદ છે, પરંતુ શું તમે જાણો છો કે ‘માય ફ્રેન્ડ ગણેશા’માં આશુનું પાત્ર ભજવનાર બાળ કલાકાર છોકરો નહીં પણ છોકરી છે.
બાળપણમાં આશુ બનીને દિલ જીતનારી આ એક્ટ્રેસ આજે પણ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. જો તમે હજુ સુધી આ એક્ટ્રેસના નામનો અંદાજ નથી લગાવી શક્યા તો ચાલો તમને તેનું નામ જણાવીએ.
અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ OTT ક્વીન અહસાસ ચન્ના છે. અહસાસ ચન્ના આજે OTT પ્લેટફોર્મ અને વેબ સિરીઝનું જાણીતું નામ બની ગયું છે. એહસાસની સોશિયલ મીડિયા પર પણ મોટી ફેન ફોલોઈંગ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના પ્રોજેક્ટ્સ અને અંગત જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરે છે. લોકો વાતો કરી રહ્યા હતા કે આ બાળકનું લિંગ પરિવર્તન કરવાં આવ્યું હતું તેવું કાંઈજ કરવામાં આવ્યું નથી.
Leave a Reply
View Comments