ઈન્ડિન આર્મી થઈ સક્રિય, અમદાવાદ રિવરફ્રન્ટ પર થયો મોટો બ્લાસ્ટ – કારણ જાણી ચોંકી જશો

Surties - Surat News

ગુજરાત અમદાવાદના રિવરફ્રન્ટ પર ડિફેન્સ એક્સપો માં એરફોર્સના દિલધડક કરતબો જોઈ સૌ કોઈ મંત્ર મુગ્ધ બની ગયા.આર્મી, નેવી અને એરફોર્સના જવાનો હાઈટેક એરક્રાફટ સાથે કરતબો જોવા મળ્યા. રિવરફ્રન્ટના બંને તરફ હજારો લોકોની હાજરીમાં રિવરફ્રન્ટ એક્સપો 2022 શરૂઆત થઈ હતી. અવનવી શાનદાર ટેક્નિક જે આપણા જવાનો દુશમનોને ઢેર કરવાં માટે ઉપયોગ કરે છે તે જોવા મળી હતી, આ દ્રશ્યો નિહાળી ભલભલાના મનમાં શૌર્યનો ભાવ ઉદ્ભવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Gujma (@thegujma)

સાબરમતી નદી પર ઓટોમેટિક રેસ્ક્યૂ બોટ, કેમેરા અને મશીન ગન સાથે લોડ થયેલી જોવા મળી હતી. ભારતમાં નેવીમાં આ બોટ તમામ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ બોટ ની સૌથી મોટી ખાસિયત એ હતી કે આ બોટ ને કોઈ પણ ચલાવી નોતું રહ્યું પરંતુ આ બોટ રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરવામાં આવી રહી હતી અને તેના પર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. દુશ્મનના વિસ્તારમાં જઈને કોઈપણ વ્યક્તિને રેસ્ક્યૂ કરવા તેમજ ઓટોમેટિક ફાયરિંગના દ્રશ્યો જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા.

Surties - Surat News

એરફોર્સના દિલધડક કરતબો વચ્ચે રિવરફ્રન્ટ પર એક એવી ઘટના બની કે જે લોકો એ તેના દ્રશ્યો જોયા તે જીવન ભર આ ઘટના ને ભૂલી નહિ શકે. જવાનો દ્વારા નદીની વચ્ચોવચ એક ડોમ બનાવવામાં આવ્યો હતો અને જેમાં દુશ્મનોની ઓઇલ રિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. ભારતીય જવાન ત્યાં પહોંચીયા અને રિંગ ઉપર એક્સપ્લોઝિવ ગોઠવ્યા. એક દમ શાંત આવાજ વચ્ચે કાનના પડદા હલાવી દે તેઓ જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થી જમીન અને પાણીમાં ધ્રુજારી ફેલાઈ જવા પામી હતી.

Surties - Surat News

રિવરફ્રન્ટ ખાતે 22 ઓક્ટોબર સુધી રોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી એર-શો યોજાશે.

Surties - Surat News

Surties - Surat News