અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ ગોઝારો અકસ્માત સર્જાતા દરેક લોકો સ્તબ્ધ થઇ ગયા છે. આ અકસ્માત મામલે રાજનીતિ સાથે જોડાયેલા લોકો એ પણ પોતાના નિવેદન આપ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની વાત મૂકી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એ જણાવ્યું કે આરોપીઓને કાયદાનું ભાન પડે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે. ઇસ્કોન બ્રિજના અકસ્માત મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી એ જણાવ્યું કે પ્રજ્ઞેશ પટેલ સામે પણ ફરિયાદ થશે અને એક અઠવાડિયામાં ચાર્જશીટ તૈયાર કરાશે.
આ ભયાનક અકસ્માતને પગલે આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ આજના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ખૂબ જ દુઃખ વાત છે કે તથ્ય પ્રજ્ઞેશ પટેલ કે જે ગોતા વિસ્તારમાં રહે છે. તથ્ય પટેલ મિત્રો સાથે ગાડી લઈને નીકળ્યો હતો. તેણે ઇસ્કોન બ્રિજ પર લોકોની મદદ કરી રહેલા પોલીસ જવાન સહિત અનેક લોકો પર ગાડી ફેરવી દીધી. આ અકસ્માતમાં 9 જેટલા લોકો મૃત્યુ પામ્યા, જેમાં અનેક યુવાનો પણ અને બે અમારા પોલીસના જવાનો મૃત્યુ પામ્યા છે.
માહતી એવી પણ સામે આવી રહી છે કે આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલ કે જેની ભૂતકાળમાં અનેક ગુનાઓમાં સંડોવણી રહી છે. તે પ્રજ્ઞેશ પટેલ પર ગુનો દાખલ કરવામાં આવશે. સાથે જ જે લોકો આ કારમાં સવાર હતા, તેઓની પણ શોધખોળ ચાલી રહી છે.
Leave a Reply
View Comments