રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરી ટીવી પર જોવા મળશે….અત્યારેજ જાણો ક્યારથી અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો

surties

રામાયણ પર આધારિત ફિલ્મ “આદિપુરુષ” રિલીઝ થયા બાદ અનેક તર્ક-વિતર્ક સામે આવ્યા અને લોકોના મિશ્ર અભિપ્રાય જોવા મળ્યા હતા. ફિલ્મ માં બતાવવામાં આવેલ દ્રશ્યો કે પછી ફિલ્મના ડાઈલોગ આ દરેક પર અનેક સવાલો ઊભા થયા હતા. આ તમામ વાતો ની વચ્ચે રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી રામાયણ ની પણ ચર્ચા સામે આવી હતી.

આદિપુરુષ બાદ હવે ટીવી પર રામાનંદ સાગરની રામાયણ ફરી એક વાર દર્શકોને જોવા મળશે. આ નિર્ણય આદિપુરુષના વિવાદ બાદ લેવામાં આવ્યો છે. રામાનંદ સાગરનો પોપ્યુલર પૌરાણિક શો ‘રામાયણ’ 1987માં આવેલી સૌથી હિટ સીરિયલ હતી.

surties

રામાનંદ સાગરની રામાયણ એ દર્શકોના દિલ પર એવી છાપ છોડી હતી કે લોકો તેના પાત્રોને ભગવાન જ માનવ લગાય હતા. હજુ પણ આપણને અવાર નવાર અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયાને અસલી રામ-સીતા સમજી લોકો પગે પણ લાગતા જોવા મળે છે.

2020માં કોરોના મહામારી વખતે લાગેલા લોકડાઉનમાં આ શોને ફરી ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ત્રીજી વખત શોને ટીવી પર ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

surties

તમને જણાવી દઈએ કે મેકર્સ નિર્ણય લેવાં આવ્યો છે કે આ પૌરાણિક શોને શેમારૂ ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. રામાનંદ સાગરના ડાયરેક્શનમાં બનેલી રામાયણને તમે 3 જુલાઈ 2023થી શેમારૂ ટીવી પર જોઈ શકો છો. તમે તેને સોમવારથી શનિવાર સુધી સાંજે 7 વાગ્યે જોઈ શકો છો.