“વશ” આ ગુજરાતી ફિલ્મ એ ઇતિહાસ રચ્યો છે અને લોકો કહેતા જણાય છે કે ગુજરાતી ફિલ્મ જગતમાં પહેલીવાર ઊલટી ગંગા વહી છે. બોલિવુડ તથા અન્ય ભાષાની કોપી કરાયેલી ફિલ્મો ગુજરાતીમાં બનતી હોઈ છે પણ હવે તો પહેલીવાર કોઈ ગુજરાતી ફિલ્મ અન્ય ભાષામાં પણ બનશે. તેમાં પણ ગર્વની વાત એ છે કે, તાજેતરમાં સુપરડુપર હીટ બનેલી ફિલ્મ હવે બોલિવુડમાં બનશે. તાજેતરમાં રિલીઝ થયેલા વશ ફિલ્મ બોલિવુડમાં બનશે.
વર્ષ 2023 ની શરૂઆતમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ વશે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણીની સાથે દર્શકો પાસેથી વાહવાહી લૂંટી હતી. વર્ષ 2023 ની રિલીઝ થયેલી વશ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ પ્રકારના કોન્સેપ્ટની ફિલ્મ છે. મીડિયા રિપોર્ટ અને અભિનેતા અજય દેવગણ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક બનાવશે. આ માટે આગામી જુન મહિનાથી શુટિંગ શરૂ થઈ જશે.
View this post on Instagram
વશને હિન્દીમાં બનાવવાનું કામ સુપર 30 અને ક્વીન જેવી ફિલ્મો બનાવનાર વિકાસ બહલને સોંપાયું છે. વશની રિમેકમાં અજય દેવગણથી લઈને આર માધવન જોવા દિગ્ગજ સ્ટાર્સ જોવા મળશે.
હિતેન કુમાર અને હિતુ કનોડિયાની આ ફિલ્મે દર્શકો પર અલગ છાપ છોડી હતી. કારણ કે, આ ફિલ્મ એકદમ હટકે છે. જેમાં જાનકી બોડીવાલાનો દમદાર અભિનય હતો. તે એક સાઈકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે. ત્યારે હવે આ ફિલ્મના દાયરા વધ્યા છે. ગુજરાતી ફિલ્મોની નોંધ હવે બોલિવુડમાં પણ લેવા લાગી છે. જુન મહિનાથી આ ફિલ્મ પર અજય દેવગન કામ કરવાનું શરૂ થઈ જશે. ત્યારે ગુજરાતીઓ માટે આ ગર્વ લેવાની બાબત છે.
સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો
Leave a Reply
View Comments