દુર્ઘનાનો વિડીયો થયો વાયરલ – રનવે પર થઈ મોટી દુર્ઘટના, ભયાનક દ્રશ્યો સામે આવ્યા…..

18 નવેમ્બર 2022 શુક્રવાર ના રોજ પેરુના લિમામાં જોર્જ ચાવેઝ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર ટેકઓફ દરમિયાન 106 મુસાફરોને લઈ જતું LATAM એરલાઈન્સનું વિમાન ફાયર ટ્રક સાથે અથડાઈ ગયા હોઇવાની ભયંકર ઘટના બની હતી. આ ભયંકર અકસ્માત દરમિયાન પ્લેનમાં આગ ભભૂકી ઉઠી હતી.

મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મૃત્યુ ના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ અકસ્માતમાં અગ્નિશામકોએ જીવ ગુમાવ્યો છે. જાણવા મળ્યું છે કે વિમાનમાં સવાર તમામ 106 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. ફાયર વિભાગના જનરલ કમાન્ડર લુઈસ પોન્સ લા જારાએ જણાવ્યું તે મુજબ જયારે આ ભયંકર ટક્કર થઇ ત્યારે ટ્રકમાં 2 ફાઈટર મોજુદ હતા અને આ ઘટના બાદ મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયો હાલ ખુબજ વાયરલ થઈ રહેલો છે. ફાયર વિભાગ તરફ થી મળતી માહિતી મુજબ આ દુર્ઘટના અંદાજિત 3:25 બની હતી અને ત્યારે બાદ તાત્કાલીમ બચાવ ટુકડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.