અભિષેક બચ્ચનનું રમત જગત સાથે ખાસ જોડાણ છે. તેને તમામ રમતો રમવાનું જ પસંદ નથી પરંતુ તે આ વ્યવસાયમાં પણ સામેલ છે. અભિષેકે પ્રો કબડ્ડી લીગમાં જયપુર પિંક પેન્થર્સની ટીમ ખરીદી છે. તાજેતરમાં, 8 વર્ષ પછી, તેની ટીમે ફરી એકવાર ટાઇટલ પર કબજો કર્યો. મેચ દરમિયાન અભિષેક જીતથી એટલો ઉત્સાહિત હતો કે તેણે પોતાની પાસે ઉભેલી પત્ની ઐશ્વર્યા રાયસાથે જુઓ શું કરી બેઠો.
અભિષેક બચ્ચને તેની પત્ની એશ્વરીયા ને ઉત્સાહ થી ખેંચીને ગળે લગાવી અને જીત ની ઉજવણી કરતો જોવા મળ્યો હતો . તેની સાથે પુત્રી આરાધ્યા બચ્ચન પણ હતી. વિનિંગ મોમેન્ટનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનો એકબીજા પ્રત્યેનો પ્રેમ દુનિયા સમક્ષ સ્પષ્ટ છે. ઘણીવાર ઐશ્વર્યા પતિ અભિષેક સાથે ફોટા શેર કરતી રહે છે. સાથે જ અભિષેક ભાગ્યે જ બધાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. પરંતુ પિંક પેન્થર્સનો વિજય તેના માટે ખૂબ જ ખાસ હતો. આ જ કારણ છે કે ટીમ જીતતાની સાથે જ તે પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખી શક્યો અને સૌથી પહેલા પત્ની ઐશ્વર્યાને પોતાની તરફ ખેંચી.
પ્રો કબડ્ડી લીગની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી. તે જ વર્ષે, પિંક પેન્થર્સે આ ટાઇટલ મેળવ્યું. ત્યાર બાદ ટીમ જીતી શકી નથી. આ જ કારણ છે કે જ્યારે ટીમ 8 વર્ષ પછી જીતી તો અભિષેકની ખુશીનો પાર ન રહ્યો. જીતની ક્ષણે તેણે સૌથી પહેલા ઐશ્વર્યા અને પુત્રીને ગળે લગાવ્યા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Leave a Reply
View Comments