AAP ના મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર, કેજરીવાલે કરી મોટી જાહેરાત…

Surties - Surat News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી દીધી છે. કેજરીવાલે જણાવ્યું કે ગુજરાતના ઈતિહાસ માટે મહત્વનો દિવસ છે અને સુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા.

Surties - Surat Newsદિલ્લી ના CM કેજરીવાલે જણાવ્યું હતું કે, ઈસુદાનને ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 73% મત મળ્યા. ગુજરાતની જનતા હવે પરિવર્તન માગી રહી છે.

જો વાત કરીયે ભાજપની તો ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસન કરી રહ્યું છે એટલે તેમનો મુખ્યમંત્રીનો ચહેરો નક્કી જ છે તેવામાં આજે AAPએ તો ગુજરાતના CM પદ માટે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી દીધી છે. અરવિંદ કેજરીવાલે 29 ઓક્ટોબરના રોજ સુરતમાં પત્રકાર પરિસદ સંબોધી લોકોને પૂછ્યું હતું કે તેઓ કોને CM તરીકે જોવા માંગે છે અને સાથે સાથે એક નંબર પણ જાહેર કર્યો હતો.

Surties - Surat News