ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પહેલી વાર ખાતુ ખોલાવવા માટે તત્પર બનેલ આમ આદમી પાર્ટી દ્વારા પહેલા તબક્કાની ચુંટણી સમ્પન્ન થયા બાદ હવે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવેલા ઈવીએમની ચોકીદારી માટે પણ કાર્યકરોની ડ્યૂટી નિર્ધારિત કરવામાં આવી છે. પાટીદારોના ગઢ ગણાતી વરાછા, કરંજ અને કતારગામ સહિતની વિધાનસભા બેઠકોના ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા બાદ હવે આ સ્થળોએ આપ દ્વારા ત્રણ અલગ – અલગ પાળીમાં કાર્યકરોને ગોઠવી દેવામાં આવ્યા છે.
પાટીદારોના ગઢ એવા વરાછા, કરંજ, કતારગામ અને કામરેજ સહિત ઓલપાડ બેઠક પર પહેલી વખત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે આમ આમ આદમી પાર્ટી વચ્ચે કાંટે કી ટક્કરનો ખેલ જોવા મળ્યો છે. અલબત્ત, આ વખતે વિધાનસભાની ચુંટણીમાં 2017ની તુલનાએ પાંચ ટકાથી ઓછું મતદાન થતાં ભલભલા રાજકીય પંડિતો પણ માથું ખંજવાળી રહેલા નજરે પડી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી એન્જીનિયરિંગ અને એસવીએનઆઈટીમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમમાં ચેડાં ન થાય તે માટે તકેદારીના ભાગ રૂપે આઠ – આઠ કલાકની પાળીમાં કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. જેના ભાગ રૂપે ગઈકાલથી જ આ બન્ને સ્થળે કેમ્પસમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા ડિસ્પ્લે બહાર કાર્યકરોએ આખી રાતનો ઉજાગરો કર્યો હતો.
Leave a Reply
View Comments