ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીએ ગુરુવારે તેની છઠ્ઠી યાદી બહાર પાડી છે. આ યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 73 નામોની જાહેરાત કરી છે. 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંત સુધીમાં અપેક્ષિત છે. AAPની આ છઠ્ઠી યાદીમાં રાપર બેઠક પરથી અંબાભાઈ પટેલ, વડગામથી દલપત ભાટિયા, મહેસાણાથી ભગત પટેલ, વિસાપુરથી ચિરાગભાઈ પટેલ, ભિલોડાથી રૂપસિંહ ભગોરા, બાયડથી ચુન્નીભાઈ પટેલ ઉમેદવારો છે.
પ્રાંતિજમાંથી અલ્પેશ પટેલ, ઘાટલોડિયાથી વિજય પટેલ, જૂનાગઢથી ચેતન ગજેરા, બોરસદમાંથી મનીષ પટેલ, આંકલાવમાંથી ગજેન્દ્રસિંહ, ઉમરેઠમાંથી અંબરીશભાઈ પટેલ, કપડવંજમાંથી મનુભાઈ પટેલ, સંતરામપુરમાંથી પર્વત વાગોડિયા ફૌજી, પ્રો. દિનેશ મુનિયા, માંજલપુરથી વિરલ પંચાલ, સુરત ઉત્તરમાંથી મહેન્દ્ર નાવડિયા, ડાંગમાંથી એડવોકેટ સુનિલ ગામીત, વલસાડમાંથી રાજુ મરચાને ઉમેદવાર જાહેર કરાયા છે.
5મી યાદીમાં 12 ઉમેદવારોના નામની જાહેરાત
આ પહેલા રવિવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા પાંચમી યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં 12 ઉમેદવારોના નામ સામેલ હતા. AAPએ આ 5મી યાદીમાં ભુજ બેઠક પરથી રાજેશ પાંડોરિયા, ઇડર બેઠક પરથી જયંતિભાઇ પરનામી, નિકોલ બેઠક પરથી અશોક ગજેરા, સાબરમતી બેઠક પરથી જસવંત ઠાકોર, ટંકારા બેઠક પરથી સંજય ભટસણા, કોડીનાર બેઠક પરથી વિજયભાઇ મકવાણા, મહુધા બેઠક પરથી રાજીવભાઇ સોમાભાઇ વાઘેલાનો સમાવેશ કર્યો છે. બાલાસિનોર બેઠક પરથી ઉદયસિંહ ચૌહાણ, મોરવા હડફ બેઠક પરથી બનાભાઈ ડામોર, ઝાલોદ બેઠક પરથી અનિલ ગરાસિયા, ડેડિયાપરા બેઠક પરથી ચૈતર વસાવા અને વ્યારા બેઠક પરથી બિપિન ચૌધરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
Leave a Reply
View Comments