આમિર ખાનની દીકરીએ કરી સગાઈ, દિગ્ગજ વ્યક્તિ ને બનાવ્યો હમસફર…..-વિડીયો થયો વાયરલ

બોલિવૂડમાં લગ્ન અને સગાઈની સિઝન ચાલી રહી છે, આ દરમિયાન બોલિવૂડનો લોકપ્રિય અભિનેતા આમિર ખાન પણ આ યાદીમાં સામેલ થઈ ગયો છે. આમિરની પ્રિય પુત્રી ઇરા ખાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખર સાથે 18 નવેમ્સબર એ સગાઈ કરી હતી. આ દરમિયાન આમિર ખાનનો પરિવાર, ફાતિમા સના શેખ, વિજય વર્મા સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી.

લવ બર્ડ્સે સગાઈ પહેલા જ તેમના સંબંધોને સત્તાવાર બનાવી દીધા હતા. ઇરા અને નુપુર એકસાથે ઘણા રોમેન્ટિક ફોટા શેર કરતા રહ્યા છે, જે ઘણી વખત વાયરલ થઈ ચુક્યા છે. ફિટનેસ ટ્રેનર નૂપુરે તાજેતરમાં જ ઇરા ખાનને પ્રપોઝ કર્યું હતું. જે બાદ હવે આ કપલે પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ સગાઈ કરી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

સગાઈ દરમિયાન આ કપલ ખૂબ જ ક્યૂટ લાગતું હતું અને બંને વચ્ચે મજબૂત બોન્ડ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ઇરાએ તેની સગાઈના દિવસે લાલ રંગનો સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યો હતો. ઇરાએ ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે બીજી તરફ નુપુર શિખરે બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો. ઈરા ખાન આમિર ખાન અને તેની પૂર્વ પત્ની રીના દત્તાની પુત્રી છે.