નીલગીરી રોડ પર ATM તોડવાનો પ્રયાસ કરતી વખતે લિંબાયત પોલીસના હાથે એક યુવક રંગે હાથે ઝડપાયો હતો. પોલીસે જણાવ્યું કે લિંબાયત રંગીલા નગરમાં રહેતા પ્રિતેશ શિંદે ઉર્ફે સોનુએ નીલગીરી રોડ સ્થિત ICICI બેંકનું ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુવારે સવારે 2 વાગ્યાની આસપાસ તે એટીએમ સેન્ટરમાં ઘુસ્યો હતો અને અંદરથી શટર બંધ કરી દીધું હતું.
તેણે વિવિધ સાધનો વડે મશીનને તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થયો નહીં. આ અંગેની જાણ થતાં એટીએમ સેન્ટરમાં લાગેલા સીસીટીવી કેમેરા પર નજર રાખતી મુંબઈની સુરક્ષા એજન્સીએ સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતાં જ લિંબાયત પોલીસની ઇન-વે પીસીઆર થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે એટીએમનું શટર ખોલતાં પ્રિતેશ એટીએમ તોડવાનો પ્રયાસ કરતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે બેંક કર્મચારી પરેશ સાગરની એફઆઈઆરના આધારે કેસ નોંધ્યા બાદ તેની ધરપકડ કરી હતી.
Leave a Reply
View Comments