શહેરના ઉધના શાંતિનગર વિસ્તારમાં ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. બે બાળકો ઘરે ખાનગી પ્રાઇવેટ ટ્યુશન કલાસીસ શરૂ કરી ધાર્મિક શિક્ષણ આપતા ૪૦ વર્ષીય શિક્ષકના ઘરે ભણવા માટે જતા હતા. જોકે હવસખોર શિક્ષક ઘરે ટ્યુશન માટે આવતા નવ વર્ષના બે બાળકોને મોબાઈલમાં અશ્લીલ વિડિયો બતાવતો હતો. વિદ્યાર્થીઅો વિડીયો જોવાની ના પાડે તો હવસખોર શિક્ષક બંને બાળકોને માર મારવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. છેલ્લા છ મહિનાથી બળજબરીથી નરાધમ શિક્ષકે સૂષ્ટિ વિરૂધ્ધનું કૂત્ય આચરતા ભારે ચકચાર મચી જવા પામી છે.
બનાવની વિગત એવી છે લે આરોપી મોહંમમ્દ મુદબ્બીર મોહંમ્મદ બસિરૂદીન દીગ્ધી (શેખ) (રહે.આઝમી એપાર્ટમેન્ટ બિલ્ડિંગ નં-૬૦ શાંતીનગર ઉધના) તેના ઘરે પ્રાઈવેટ ટ્યુશન કલાસીસ ચલાવી ધાર્મિક શિક્ષણ આપે છે. તેની પાસેથી તેના સમાજના ૪૦ થી ૫૦ જેટલા છોકરાઓ ધાર્મિક શિક્ષણ લેવા માટે આવતા હતા. દરમ્યાન મોહંમ્મદ મુદબ્બીરએ ટ્યુશન માટે આવતા ૯ વર્ષના બે બાળકોને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવતો હતો. જોકે બાળકો વિડીયો જાવાની ના પાડે તો બંને જણાને માર મારવાની તેમજ મારી નાંખવાની ધમકી આપી બળજબરીથી તેમની સાથે સૂષ્ટિ વિરૂધ્ધનું કૂત્ય આચરતો હતો. મોહંમ્મદ મુદબ્બીરએ બાળકોને બનાવ અંગે કોઈને કહીશ તો મારી નાંખવાની ધમકી આપતો હતો. આ રીતે છેલ્લા છ મહિનાથી બંને બાળકોનું શોષણ કરતો હતો. આખરે બાળકોએ બનાવ અંગે ઘરે વાત કરતા મામલો બહાર આવ્યો હતો અને પરિવારજનોએ ફરિયાદ નોઁધાવતા પોલીસે મોહંમ્મદ દિગ્ધી સામે ગુનો દાખલ કરી તેને અટકમાં લઈ આગળની તપાસ હાથ ધરી છે.
અગાઉ આરોપીને મદરેસામાંથી કાઢી મુક્યો હતો
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી મોહંમ્મદ મુદબ્બીર મોહંમ્મદ બસુરૂદિન દિગ્ધી (શેખ) અગાઉ ઉધના પટેલનગર પાસે આવેલ મદરેસામાં મૌલવી તરીકે હતો અને ધાર્મિક શિક્ષણ આપતો હતો. પરંતુ છ મહિના પહેલા કોઈક કારણોસર તેને મદરેસામાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ તે તેના ઘરે જ ટ્યુશન કલાસ શરુ કરી ધાર્મિક શિક્ષણ આવતો હતો.
Leave a Reply
View Comments