સુરતના સારોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સીસીટીવી કેમેરા જોતા જ હૃદય હચમચાવી નાખે તેવું દ્રશ્ય સામે આવ્યું છે. ઢાબામાં બેઠેલા લોકો ધાબાની બહાર ભાગતા જોવા મળ્યા હતા. આ ઘટના એક અકસ્માતની છે જેમાં એક બોલેરો પીકઅપ બેકાબૂ થઈને ‘બાપા નો બગીચો’ નામના ઢાબામાં અચાનક જ ઘુસી ગઈ હતી. ઢાબામાં ભોજન કરી રહેલા એક યુવકને પીક-અપ ચડી જતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
સારોલીના “બાપા નો બગીચો ધાબા” માં અફરાતફરી
સારોલી વિસ્તારમાં રોડ પાસે આવેલા ‘બાપા નો બગીચો’ નામના ઢાબામાં ગ્રાહકો બેઠા હતા. ઢાબા નજીકથી પસાર થઈ રહેલી બોલેરો પીક-અપના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને પીકઅપ સીધુ ઢાબામાંઘુસી ગઈ ગઈ. ઢાબામાં પીક અપ વાન ઘુસતા જ અંદર ગ્રાહકો ઘબરાઇને આમતેમ દોડવા લાગ્યા.
સારોલી વિસ્તારમાં આવેલા ઢાબામાં પીકઅપ બોલેરોએ તેજ ગતિએ ટક્કર મારી હતી.અને નાસ્તો ખાઈ રહેલા યુવકને કચડી નાખ્યો. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બોલેરો રોડ પરથી સીધી ઢાબાની અંદર આવે છે અને અંદર રાખેલા ખાટલા પર કેટલા ગ્રાહકો સૂઈ રહ્યા હતા અને તેમના મોબાઈલ ફોન જોઈ રહ્યા હતા. તો એક ગ્રાહક પણ ખુરશી પર બેઠો હતો. પીકઅપ વાહને ખુરશી પર બેઠેલા યુવકને ટક્કર મારી હતી અને બાજુમાં ચા બનાવતો વ્યક્તિ પણ જીવ બચાવીને ભાગતો જોવા મળે છે.
Leave a Reply
View Comments