વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વમાં ભાજપ કેન્દ્રમાં ભાજપ સરકારના નવ વર્ષની સિદ્ધિઓ લોકોને જણાવશે. આ માટે સમગ્ર જુન માસ દરમિયાન સમૂહ સભા, જાહેર સભા અને ડોર ટુ ડોર સંપર્કનો કાર્યક્રમ શરૂ થયો છે. હવે 11મી જૂને સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે નવસારી લોકસભા બેઠક હેઠળની 4 વિધાનસભા બેઠકો માટે જાહેરસભા યોજાશે. પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ સી.આર.પાટીલ સંબોધશે.
આ સંદર્ભે શુક્રવારે સુરત શહેર ભાજપ કાર્યાલય ઉધના ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો હેઠળ જાહેર સભાઓ દ્વારા લોકો સાથે વાતચીત કરવામાં આવશે. પીએમ મોદીના શાસનમાં ભાજપે તમામ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે. ભાજપ હવે સંપર્ક સે સમર્થન કાર્યક્રમ હેઠળ લોકોને આ વિશે માહિતી આપશે.
આ અંતર્ગત નાની મિટિંગોથી શરૂ કરીને પ્રબુદ્ધ લોકો સાથે સંપર્ક કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે. આ સાથે તમામ લોકસભા સીટો પર જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે. 11મી જૂને નવસારી લોકસભા મતવિસ્તાર બાદ સુરત લોકસભા મતવિસ્તારની જાહેરસભા 14મી જૂને વેડરોડ ખાતે અને 17મી જૂને બારડોલી લોકસભા મતવિસ્તારમાં યોજાશે. આ દરમિયાન શહેર મહામંત્રી કિશોર બિંદલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, મનુ પટેલ, સંદીપ દેસાઈ, મેયર હેમાલી બોઘાવાલા, શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત વગેરે હાજર રહ્યા હતા.
Leave a Reply
View Comments