.
સિટીલાઇટ ખાતેથી લગ્ન પ્રસંગમા હાજરી આપીને મોપેડ પર પુણાગામ તરફ જઈ રહેલા દંપતીને સ્નેચરોએ નિશાન બનાવ્યો હતો.કેપી ગ્રુપ સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા.ત્યારે મોટર સાયકલ ઉપર અચાનક ધસી આવેલા બે બદમાશો બનેં મોબાઈલ ઝૂંટવીને ભાગી છૂટ્યા હતા.એટલુંજ નહીં છ માસના બાળકને લઈને દંપતીએ મોપેડ ઉપર બદમાશોનો પીછો પણ કર્યા હતા.જોકે તેઓ ફૂલ સ્પીડમાં ભાગી છૂટ્યા હતા.
ઉમરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સેલવાસ ખાતે આવેલ પ્રમુખ મિલન એપાર્ટમેન્ટમાં રહેતા વિજયકુમાર ડોલર અને પત્ની પારમિતા 11 મીએ રાત્રે 9.45 થી 10.25 વાગ્યાના અરસામાં મોપેડ લઇને કેપી ગ્રુપ સર્કલ શનિદેવ મંદિર પાસેથી પસાર થઇ રહ્યા હતા.ત્યારે મોટર સાયકલ ઉપર આવેલા બે અજાણ્યા સ્નેચરો તેમના ખિસ્સમાંથી તેમનો અને પત્નીનો મળી કુલ્લે રૂ.30 હજારની કિંમતના મોબાઈલ ઝૂંટવીને ભાગી ભાગી ગયા હતા.વધુમાં જાણવા મળ્યું હતું કે વિજયભાઈ ઈલેક્ટ્રીક એન્જીનીયર છે.તેઓ પત્ની અને છ માસના બાકળને લઈને સુરત ખાતે મિત્રના લગ્ન પ્રસંગમા આવ્યા હતા.11 મીએ રાત્રે સિટીલાઇટ ખાતે લગ્ન પ્રસઁગમાં હાજરી આપીને પરત પુણાગામ તરફ સાસરીમાં જઈ રહ્યા હતા.તેમની સાથે છમાસનો માસનો બાળક પણ હતો.બાળકને પવન લાગતો હતો.જેથી તેમને કેપી ગ્રુપ સર્કલ પાસે મોપેડ ઉભી રાખી હતી અને બાળકને પવન ન લાગે તે માટે દુપટ્ટાથી તેને કવર કરીને પાછા ત્યાંથી નીકળતા હતા.ત્યારે સ્નેચરોએ તેમને શિકાર બનાવ્યો હતો.એટલુંજ નહીં સાથે છ માસનો બાળક હોવા છતાં તેમને સાહસ સાથે મોપેડ પર 500 થી 600 મીટર સુધી સ્નેચરોનો પીછો કર્યો હતો.પરંતુ બદમાશો ફૂલ સ્પીડમાં ભાગી છૂટયા હતા.ઘટના અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
Leave a Reply
View Comments