Surties : નાના બાળકને એકલા મુકતા પહેલા વિચારજો, 10 મહિનાનું બાળક ભૂલમાં ફુગ્ગો ગળી જતા મોતને ભેંટ્યો

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી જેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં દસ મહિનાનું નાનું બાળક ફુગ્ગાની નાની ગોટી ગળામાં ગળી જતા મોતને ભેટ્યુ છે. બાળકને તેની માતા સિવિલ હોસ્પિટલ લઇ આવી હતી પણ સિવિલ પરના ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.

દરેક નાના બાળકોની સાર સંભાળ લેવી ખૂબ જરૂરી થઈ ગયું છે. નાના બાળકોની સંભાળ પાછળ થોડી પણ ભૂલ રહી જાય તો તે મોટું સ્વરૂપ ધારણ કરી જાય છે. માતા પિતાને ચેતવતો આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.

શહેરના ચલથાણ વિસ્તારમાં 10 મહિનાના બાળક સાથે આ ઘટના બની છે. જેમાં બાળક રમતા રમતા રબરનું બલૂન ગળી ગયો હતો. આ ઘટના બાદ તેનું મોત થયું છે. 10 મહિનાનો બાળક આદર્શ પાંડે તેના અઢી વર્ષના ભાઈ પ્રિયંસૂ પાંડે સાથે ઘરમાં રમતો હતો.

તે દરમિયાન રમતા રમતા 10 મહિનાના બાળકે ફુગ્ગો મોઢામાં નાખી દીધો હતો. બાદમાં ફુગ્ગાનું રબર ગાળામાં ફસાઈ ગયું હતું. જેથી તેની માતા બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. બાળકના વિલાપમાં માતાના રુદનથી સિવિલ હોસ્પિટલ ધ્રુજી ઉઠ્યું હતું. 10 મહિનાના બાળકને રમતો મૂકીને ભાઈ સાથે રમતો જોઈ માતા ઘરનું કામ કરવા માટે રસોડામાં ગઈ હતી. ત્યાં તો થોડી જ વારમાં આ  બાળક જોર જોરથી રડવા લાગ્યું હતું.

જેથી માતા દોડીને દીકરા પાસે આવી હતી જ્યાં અઢી વર્ષના પ્રિયાંશુ એ માતાને જણાવ્યું કે તેંનો ભાઈ બલુનને મોઢામાં ગળી ગયો છે. જેથી માતા એ ફુગ્ગો બહાર કાઢવાનો બહુ પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે બહાર નીકળ્યો ન હતો. બાળકને લઈ તેની માતા જુદી જુદી હોસ્પિટલમાં ગયા હતા.

તેની માતા ચલથાણ આસપાસની પાંચ જેટલી હોસ્પિટલોમાં પોતાના બાળકને બચાવવા માટે લઈ ગઈ હતી.પરંતુ બધી હોસ્પિટલોમાંથી તેને યોગ્ય જવાબ ન મળતા તે છેલ્લે તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવી હતી. જ્યાં એટલું મોડું થઈ ગયું હતું કે ફરજ પરના ડોકટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.

10 મહિનાના બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ ડોક્ટરે તેની તપાસ કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે બાળક બલુન ગળી ગયા બાદ ગળામાં તેનું રબર ચોંટી ગયું હતું.જેને લઇ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.જેથી બાળકનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો પીએમ અર્થે બાળકને મોકલવામાં આવ્યો છે.પીએમ બાદ ચોક્કસ કારણ સામે આવશે.

પિતાને સિવિલ હોસ્પિટલ પહોંચતા ખબર પડી10 માસના બાળક આદર્શ પાંડેના પિતા ધનજી પાંડે ચલથાણમાં ટ્રાન્સપોર્ટમાં ગાડી ચલાવવાનું કામ કરે છે. પોતાના બાળક સાથે બનેલી ઘટનાની જાણ તેમની પત્ની દ્વારા ફોન કરીને કહ્યું ત્યારે ધનજી પાંડે ટ્રાન્સપોર્ટના માલની ગાડી લઇ કડોદરામાં હતો.દીકરાના વિશે આવા સમાચાર મળતા જ તે તાત્કાલિક કડોદરાથી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેની પત્નીના ખોળામાં બાળકને રાખી રડતા જોઈ પિતા પણ આઘાતમાં મુકાઈ ગયા હતા.અચાનક ઘરનું વહાલ સોયુ બાળકનું મોત થઈ જતા પરિવાર શોકમાં મુકાઈ ગયું હતું.