નામીબિયાથી આઠ ચિત્તા આજે મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચ્યા હતા. આ પ્રાણીના લુપ્ત થયાના 70 વર્ષ પછી ભારતમાં ચિત્તાની પ્રજાતિને ફરી જીવંત કરવામાં આવી છે. આફ્રિકન દેશથી ગઈકાલે રાત્રે સ્પેશિયલ બોઈંગ એરક્રાફ્ટ ટેકઓફ થયું હતું અને લાકડાના ખાસ બોક્સમાં ચિત્તાઓને લઈને 10 કલાકની મુસાફરી બાદ ભારત પહોંચ્યું હતું. ચિત્તાઓને લાવવા માટે પ્લેનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે સવારે આઠ વાગ્યાના થોડા સમય પહેલા જ પ્લેન ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડ થયું.
આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં લઈ જવામાં આવશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ નિમિત્તે સવારે 10:45 કલાકે ત્રણ ચિત્તાઓને ખાસ ઘેરામાં છોડશે. એક અધિકારીએ જણાવ્યું કે આ વન્યજીવોને વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયરથી શિયોપુર જિલ્લાના કુનો લઈ જવામાં આવશે. આ 165 કિમીની મુસાફરીમાં લગભગ 20-25 મિનિટનો સમય લાગશે.
70 વર્ષની લાંબી રાહ પૂરી થઈ
ભારતમાં 1952થી લુપ્ત જાહેર થયેલો ચિત્તા વર્ષ 2022માં ફરી ભારતની ધરતી પર પગ મૂકશે. અગાઉ ચિત્તાના પુનઃસંગ્રહ માટે આંતરરાષ્ટ્રીય ચિત્તા નિષ્ણાતોની કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય માટે ગર્વની વાત છે કે વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII) એ પુનઃસ્થાપન માટે સંભવિત વિસ્તારોના સર્વેક્ષણમાં દેશના પસંદ કરેલા 10 સ્થાનોમાંથી રાજ્યનું કુનો નેશનલ પાર્ક સૌથી યોગ્ય હોવાનું જણાયું છે.
Leave a Reply
View Comments