માત્ર 6 વર્ષના બાળકે નોંધાવ્યો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, સમગ્ર વિશ્વમાં કોઈ નથી મેળવી શક્યું આ વર્લ્ડ રેકોર્ડ

“ઉમર એ સફળતા ની મોહતાજ નથી હોતી” આ વાત સત પ્રતિશત સાચી સાબિત કરી બતાવી છે બારડોલીના છ વર્ષીય નિલાંશ નામના બાળક એ. જી હા નિલાંશ એ એક અદભુત વર્લ્ડ રેકોડ પોતાના નામે કર્યો છે અને આ વર્લ્ડ રેકોડ પોતાના નામે કરનાર તે સમગ્ર વિશ્વમાંથી માત્ર એક જ બાળક છે.

બારડોલીના છ વર્ષીય નિલાંશ નિલયભાઈ દેસાઈ એ માત્ર ને માત્ર 18:22 સેકન્ડમાં ફાસ્ટેસ્ટ સ્કૂલ બેગ પૅક કરીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો અને ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ સ્થાપિત કર્યું છે. આટલી નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ કરનાર સમગ્ર વિશ્વમાંથી માત્ર એક જ બાળક છે.

અત્યારે નો સમય એટલે ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયાનો સમય એવું કહેવાય રહ્યું છે કે અત્યાર ના બાળકો મોબાઈલ ફોન ના હેવાયા થઇ ગયા છે. જો થોડી વાર પણ તેવો ને મોબાઈલ ફોન ન મળે તો તેઓ ને ચેન નથી પડતો.

આ સોશિયલ મીડિયાના જમાનામાં છ વર્ષીય નિલાંશ એ આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે અને આ કાર્ય આપણા સમગ્ર માટે અને દેશ માટે ગર્વની વાત છે.