સુરત શહેરના ડિંડોલી કરડવા રોડ પર સાંઈ વિલા રેસીડેન્સીમાં રહેતા કાપડના વેપારીના ઘરમાંથી કુલ રૂ.5.73 લાખના દાગીના અને મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. ઘરમાં ફર્નિચર રિપેર કરવા આવેલા પાંચમાંથી બે કારીગરો અડધું કામ છોડીને ચાલ્યા ગયા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ડિંડોલી સાંઈ વિલામાં ચોરીની ઘટના બની હતી
26 વર્ષીય ચંદનકુમાર સગુની સિંઘ, વૈશાલી, બિહારનો વતની છે અને સાઈ વિલા રેસિડેન્સી પ્લોટ નંબર 21, સિલિકોન પામની સામે, ડિંડોલી કરડવા રોડ, પાંડેસરા, સુરત ખાતે કાપડનો વેપાર કરે છે. ગત 25મી ઓક્ટોબરે તેનો પરિવાર દિવાળી માટે ઘરમાં ફર્નિચરનું નવીનીકરણ શરૂ કરવા માટે ઘરે ગયો હતો.
બંને કબાટમાંથી દાગીના ગાયબ હતા
તપાસ કરતાં બંને કબાટમાંથી સોનાની બંગડીઓ, ચાંદીની બંગડીઓ, સોનાની પોચી, ચાંદીની બંગડીઓ, સોનાનું મંગળસૂત્ર સહિત કુલ રૂ.5.73 લાખના દાગીનાની ચોરી થઈ હતી. આ અંગે ચંદનકુમારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કામ અધવચ્ચે છોડીને ગયેલા બે કારીગરોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
અધૂરું કામ છોડી દેતા બંને કારીગરો પર પોલીસની શંકા સાચી સાબિત થઈ હતી.
પોલીસે સૂરજ ઉર્ફે પપ્પુ ઉમાશંકર હરિનાથ વિશ્વકર્મા ઉમર 26, રહે મિસ્ત્રીકામ, પ્લોટ નં. 2 પ્રભુનગર બીઆરસી મૂળ રહેવાસી ઉધના સુરત, શિવપુર પોલીસ સ્ટેશન મડિયાહુ જોનપુર ઉત્તર પ્રદેશ અને સાહુલ સહબલાલ વિશ્વકર્મા ઉંમર 20, મિસ્ત્રીકામ પ્રભુનગર બીઆરસી મૂળ રહેવાસી દીનાપુર પટ્ટી બરસાડી પોલીસ સ્ટેશન ઝોનપુર ઉત્તર પ્રદેશે દાગીનાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. બંને આરોપીઓ પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહિત 5.52 લાખનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Leave a Reply
View Comments