કોરોના નો કહેર પાછો ફરતો હોઈ તેવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. આ કોરોનની કપરી સ્થિતિ માં પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા અને કેટલાય પરિવારો નોધારા થઈ ગયા. ફરી એક વાર આ કોરોના પોતાનું માથું ઊંચું કરતો દેખાઈ રહ્યો છે ત્યારે તંત્ર પણ સતર્ક થઇ ગયું છે અને પહેલા જેવી કપરી પરિસ્થતિ નો સામનો ન કરવો પડે તે માટે સાવચેતી ભર્યા પગલાં લેવા માંડ્યું છે.
આપણું ભારત દેશ કોઈ પણ આઘાતજનક પરિસ્થિતિ ને પહોંચી વાળવા માટે કેટલું સતર્ક અને તૈયાર છે તે જાણવા માટે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય એ એક મોટો નિર્ણય કર્યો છે. આવનારી તારીખ 27 ડિસેમ્બરના રોજ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મોક ડ્રિલ કરવાનો આદેશ આપવમાં આવ્યો છે.
શું તમે જાણો છો આ મોકડ્રિલમાં શું કરવામાં આવે છે ?
મોક ડ્રિલમાં દેશના તમામ રાજ્યોમાં આઇસોલેશન, ઑક્સીજન, ICU બેડ વગેરેની ક્ષમતા નોંધવામાં આવશે. ડોક્ટર્સ, નર્સ સહિતના સ્ટાફ વિશેની જાણકારી પર ફોકસ કરવામાં આવશે અને જિલ્લા સ્તર પર તમામ આંકડાઓ ભેગા કરવામાં આવશે.
જો કોઈ વિકટ પરિસ્થિતિ ખરાબ સર્જાય તો માસ્ક, વેન્ટિલેટર સહિતના સાધનો કેટલી સંખ્યામાં ઉપલબ્ધ હશે તે જોવામાં આવશે, આટલું જ નહીં પરંતુ આપાત્કાલિન સ્થિતિમાં ઍમ્બ્યુલન્સ, RTPCR કીટ વગેરે પર પણ ધ્યાન આપવામાં આવશે.
ભારતમાં ચીન, જપાન, સાઉથ કોરિયા, હૉંગકોંગ અને થાઈલેન્ડથી આવી રહેલ તમામ મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે અને સાથે સાથે પીએમ મોદીએ પણ હાઇલેવલ મીટિંગ કરીને કામોને લઈને સૂચનાઓ આપી હતી.
Leave a Reply
View Comments