જીવતી મહિલાના આંખ માંથી નીકળ્યા 23 કોન્ટેક્ટ લેન્સ – પોચા દિલ વાળા લોકો વિડીયો ન જોવે

Surties - Surat News

સોશિયલ મીડિયા પર અવાર નવાર ચોંકાવનારા વિડીયો વાયરલ થતા હોઈ છે. તેવોજ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક મહિલા જ્યારે ડૉકટરની પાસે ગઈ તો તેને જાણવા મળ્યું કે તેની આંખમાં ઘણા બધા કોન્ટેક્ટ લેન્સ ભેગા થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર આ મહિલા સતત 23 રાતથી દરરોજ રાત્રે ઊંઘતા પહેલા પોતાના કોન્ટેક્ટ લેન્સને નિકાળવાનુ ભૂલી ગઇ હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ કોન્ટેક્ટ લેન્સ નિકાળવાની પ્રક્રિયાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વાયરલ વીડિયો ડૉ. કતેરીના કુર્તીવા નામના ડૉકટરે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર 13 સપ્ટેમ્બર ના રોજ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં મહિલાની આંખમાંથી 23 કોન્ટેક્ટ લેન્સને સ્પષ્ટ રીતે બહાર કાઢતા બતાવવામાં આવ્યા છે.

આ વિડીયો પર લખવામાં આવ્યું છે કે કોઈની આંખમાંથી 23 કૉન્ટેક્ટ લેન્સ કાઢવામાં આવ્યા. મારા કલીનીકનો આ રિયલ વિડીયો છે. કોન્ટેક્ટ લેન્સ લગાવીને ના ઊંઘશો.

આ વિડીયો હાલ કઈ જગ્યા નો છે એ સામે નથી આવ્યું પરંતુ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ વિડીયો ને સ્ક્રિપ્ટેડ બતાવી રહ્યા છે તો કેટલાક લોકો આ વિડીયો જોઈને આશ્ચર્યમાં પણ મુકાઈ ગયા છે.