Surat: મોડી રાત્રે ચા કે પાનગલ્લા પર ઉભા રહેતા સુરતીઓ થઇ જાવ સાવધાન, પોલીસે આપી આ ચેતવણી

વેસુ, પીપલોદ જેવા પોશ વિસ્તારમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ચાના કાફે, પાનગલ્લા, સ્મોકિંગ ઝોન બવાનેલા હોય છે. જ્યાં યંગસ્ટર્સ મોડી રાત્રે 2-3 વાગ્યે સુધી બેસી રહેતો હોય છે. આવા લોકોને સુરત પોલીસ, SOG અને DCB દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

લેટ નાઈટ સુધી ચાલતી ચા પાણી, કોલડ્રિન્કની દુકાનો પર એસ.ઓ.જી. અને ડીસીબી ટીમની કાર્યવાહી અડાજણ, અલથાન, પાલ, પીપલોદમાં કર્યું સર્ચ ઓપરેશન., લેટનાઇટ કલ્ચર બંધ કરવા આપી સૂચના આપવામાં આવી છે. મોડી રાત સુધી ખુલ્લી રહેતી આવી દુકાનોને કારણે શહેરમાં નશાનું સેવન વધે છે. યુવાનો ખોટા રવાડે ન જાય તે માટે પોલીસે 38 જગ્યાએ જઈ સૂચના આપી છે. આ કાર્યવાહીમાં એસ.ઓ.જી.નો 80 થી વધુ સ્ટાફ જોડાયો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *