Champions Trophy 2025: ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહિ જશે, ICC કરશે આ અપીલ, જુઓ

ભારતીય ટીમ ફેબ્રુઆરી 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય. BCCI ICCને ભારતની મેચો પાકિસ્તાનને બદલે દુબઈ અથવા શ્રીલંકામાં યોજવા માટે કહેશે. ન્યૂઝ એજન્સી ANIએ BCCIના સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા છે. બીસીસીઆઈએ હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી.

ભારત ગયા વર્ષે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપ સિરીઝમાં રમવા પણ ગયું ન હતું. ત્યારબાદ ભારતની મેચો શ્રીલંકામાં યોજાતી હતી.

પીસીબીએ તમામ ભારતીય મેચો લાહોરમાં યોજવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો
રિપોર્ટ અનુસાર, PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ICCને 15 મેચોનું શેડ્યૂલ મોકલી દીધું છે. જેમાં સુરક્ષાના કારણોસર ભારતની તમામ મેચ લાહોરમાં રાખવામાં આવી છે.

એશિયા કપની મેચો ભારતની વિનંતી પર શ્રીલંકામાં યોજાઈ હતી
ગત વર્ષે પણ એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળી હતી. ત્યારે પણ જ્યારે ભારત ત્યાં નહોતું ગયું ત્યારે આ ટુર્નામેન્ટ ‘હાઈબ્રિડ મોડલ’ પર યોજાઈ હતી. ભારત સામેની મેચો શ્રીલંકામાં યોજાઈ હતી. કોલંબોમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ચેમ્પિયનશિપ જીતી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *