Team India Head Coach: જય શાહે કર્યું એલાન, ગૌતમ ગંભીર બન્યા ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ!

ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સને મેન્ટર તરીકે આઈપીએલ 2024 ની ચેમ્પિયન બનાવ્યા પછી ખૂબ જ ચર્ચામાં હતો. રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ ગંભીર ભારતીય ટીમનો આગામી મુખ્ય કોચ બને તેવું સૌ ઈચ્છતા હતા. બીસીસીઆઈએ પણ આ કર્યું. તેણે ગૌતમ ગંભીરને તેના આગામી મુખ્ય કોચ તરીકે પસંદ કર્યો.

તમને જણવી દઇએ કે ગૌતમ ગંભીર ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કોચ રહેશે. જય શાહે પહેલેથી જ કહ્યું હતું કે અલગ કોચની નિમણૂક કરવામાં આવશે નહીં. ગંભીરનો કાર્યકાળ 3.5 વર્ષનો રહેશે. બીસીસીઆઈએ મે મહિનામાં અરજીઓ મંગાવી હતી. આ પછી, બે લોકોનો ટેસ્ટ લેવામાં આવ્યો. આમાં ગંભીર ઉપરાંત ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ ડબલ્યુવી રમનનું નામ સામેલ હતું. જો કે હવે જય શાહે ગંભીરના નામની જાહેરાત કરી છે.

ગંભીરના નામની જાહેરાત કરતા જય શાહે કહ્યું- ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગંભીરના નામની જાહેરાત કરતા મને ખૂબ જ આનંદ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે હું તેમનું સ્વાગત કરું છું. આધુનિક ક્રિકેટ ઝડપથી વિકસ્યું છે અને ગૌતમે આ બદલાતા માહોલને નજીકથી જોયો છે. તેની સમગ્ર કારકિર્દી દરમિયાન મુશ્કેલીઓ સહન કર્યા બાદ અને વિવિધ ભૂમિકાઓમાં શ્રેષ્ઠ દેખાવ કર્યા બાદ, મને વિશ્વાસ છે કે ગૌતમ ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે આદર્શ વ્યક્તિ છે.

જય શાહે લખ્યું- ટીમ પ્રત્યેની તેમની સ્પષ્ટ દ્રષ્ટિ, તેમના વિશાળ અનુભવ સાથે, તેમને આ રોમાંચક અને સૌથી વધુ માંગવાળી કોચિંગ ભૂમિકા નિભાવવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ બનાવે છે. બીસીસીઆઈ ગંભીરની આ નવી સફરને સંપૂર્ણ સમર્થન આપે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *