Anant-Radhika Haldi Ceremony: અંબાણી કંઇ પણ કરી શકે! રિયલ ફ્લાવરના ડુપટ્ટામાં દેખાઇ રાધિકા, જુઓ ફોટો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નના ઘણા ફંક્શનો પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યા છે. સોમવારે મુંબઈમાં નીતા અને મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં કપલની હલ્દી સેરેમની યોજાઈ હતી. તેની હલ્દીના પ્રસંગે, રાધિકા પીળા રંગમાં સૂર્યના કિરણની જેમ ખૂબ જ સુંદર દેખાતી હતી.

સૌથી રસપ્રદ વાત એ છે કે આ પ્રસંગે કપડાના દુપટ્ટાને બદલે ફૂલોથી બનેલો સુંદર દુપટ્ટો પહેર્યો હતો. રાધિકો મર્ચન્ટને સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિશ રિયા કપૂરે સ્ટાઈલ કરી હતી.

આ પ્રસંગે, તે ફેશન ડિઝાઇનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઇન કરાયેલ તેજસ્વી પીળા એમ્બ્રોઇડરીવાળા લહેંગા સેટમાં જોવા મળી હતી.

રાધિકાએ પોતાની સુંદર સ્ટાઈલથી દિલ જીતી લીધા છે. આ ડ્રેસમાં તે પોતાની ઈન્ડિયન ઈમેજ સુંદર રીતે બતાવી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *